
રાજેશ વસાવે:- દાહોદ
તારીખ 20/ 3/ 2025 ના રોજ દાપંમ દાહોદ,પંચમહાલ અને મહિસાગર ત્રણ જિલ્લાના આદિવાસી ભીલ સમાજ દ્વારા સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો, શિક્ષણ, સમાજ ના વિકાસ માટે, ઉત્થાન માટે આયોજન કરવામાં આવ્યું…
દાહોદ તા. 22
તારીખ 20/ 3/ 2025 ના રોજ દાપંમ દાહોદ,પંચમહાલ અને મહિસાગર ત્રણ જિલ્લાના આદિવાસી ભીલ સમાજ દ્વારા ના આગેવાનો દ્વારા આદિજાતિ અને શિક્ષણ મંત્રી માન.શ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર સાહેબ ના અધ્યક્ષ સ્થાને અને દાહોદ જિલ્લાના માન. ધારાસભ્યશ્રીઓ મહેશભાઈ ભુરીયા , મહેન્દ્રભાઈભાભોર , શૈલેષ ભાઈ ભાભોર, કનૈયા લાલ કિશોરી ની ઉપસ્થિતિમાં આગામી એપ્રિલ મહિનામાં અલગ અલગ તાલુકા અને વિધાનસભા દિઠ આદિવાસી સમાજ ના આગેવાનો, સરપંચો, તાલુકા જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી ઓ, ગામ પટેલ, ફળિયા પટેલ, અધિકારી શ્રીઓ, સંતો મહંતો, યુવાનો ની ઉપસ્થિતિમાં બેઠકો બોલાવી તા સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો, શિક્ષણ, સમાજ ના વિકાસ માટે, ઉત્થાન માટે દરેક ગામેગામના ગામ આગેવાનો સરપંચ , પંચાયત સભ્ય કોટવાળ , પટેલ ની ઉપસ્થિતિ માં માર્ગદર્શન પૂરું પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું..