
સિંગવડમાં ઉંચા અવાજે DJ વાગતા હોવાની બૂમો …
સિંગવડ તાલુકામાં રાત્રિના સમયે પણ ડીજે સંચાલકો દ્વારા ખૂબ ઊંચા અવાજે ડીજે વગાડતા હોવાની બુમો ઉઠવા પામી છે .
સિંગવડ તા. 19
સિંગવડ તાલુકામાં લગ્ન તથા ચાંદલા વિધિની સિઝન ચાલુ થતાની સાથે ડીજે સંચાલકો દ્વારા પોત પોતાના ડીજે ને પણ ચાલુ કરવામાં આવ્યા છે જ્યારે આ ડીજે સંચાલકો દ્વારા સરકાર દ્વારા નક્કી કર્યા મુજબના ધ્વનિ ની જગ્યાએ વધારે પડતા ઊંચા અવાજમાં ડીજે વગાડતા હોવાના લીધે ડીજે સંચાલકો સરકારે નક્કી કર્યા મુજબના નિયમોને નેવે મૂકી દીધા છે જ્યારે સરકાર દ્વારા ડીજે માટે સમય તથા ધ્વનિ નો અવાજ નક્કી કરવામાં આવ્યા પછી પણ કોઈ પણ સરકારી નિયમ પ્રમાણે ચલાવતા નથી જેના લીધે આમ નાગરિક ને તકલીફ ઉઠાવી પડતી હોય છે જ્યારે સરકારી તંત્ર દ્વારા રાત્રીના 11 કલાક પછી બંધ કરી દેવા ના હોવાના છતાં આ ડીજે સંચાલકો દ્વારા આખી રાત વગાડતા હોવાનાં લીધે આમ નાગરિક હેરાન થતા હોય છે જ્યારે ડીજે નો અવાજ માટે પણ સરકાર દ્વારા નક્કી કર્યા મુજબ નહીં વગાડી ઉંચા અવાજે વગાડવામાં આવતા હોય છે જેના લીધે પણ આમ નાગરિકની તંદુરસ્તી સાથે ખિલવાડ થતો હોય છે અને આજુબાજુ કોઈ અનિચ્છનીય બનાવ બને તેની જાણ પણ થતી નથી માટે ડીજે સંચાલકો દ્વારા જે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યા છે તે રીતના ડીજે વગાડવામાં આવે તથા રાત્રિના સમયે બંધ કરી દેવામાં આવે તેવી લોકોને માંગ ઉઠવા પામી છે.