
સંજેલી મહેન્દ્ર ચારેલ..
સંજેલીમાં ગૌમાંસના જથ્થાના ગુનાના આરોપીની ઘરપકડ બાદ રિમાન્ડમાં વધુ 2 નામ સામે આવ્યા.
ઇલ્યાસ ઉર્ફેઅલ્લુ ગુલામ ગુડાલા, ઈમ્તિયાઝ ડબ્બા જેલ હવાલે 1 ઈસમ ફરાર…
નાની માછલીઓને પકડી પાડી પણ મોટા મગર મચ્છો ક્યારે પકડાશે?
સંજેલી તતા. 18
ગોમાંસના ફરાર આરોપીને પકડી મોટી સફળતા મેળવી અને પોલીસે ધનિષ્ઠ પૂછ પુરસ કરતા બીજા આરોપીને પકડવા માટે કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે 4 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 1 દિવસનો રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કરાયો હતો અને રિમાન્ડ દરમિયાન પૂછતાજ કરતા 2 ઈસમ ના નામ બહાર ખુલતા ખાટકીઓમાં દોડધામ મચી જવા પામી હતી..
સંજેલીમાં ગૌમાંશની બનેલી ઘટનામાં ફરાર આરોપીને પોલીસે પકડી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ એક દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો હતો જેમાં 2 વ્યક્તિના નામ સામે આવ્યા જેમાં ઈમ્તિયાઝ ડબ્બાની ઘરપકડ કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો અને એક ઈસમ પોલીસ પકડતી દૂર જેને પકડવા પોલીસ શોધ ખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું..
અગાઉ સંજેલી નગરમાં ગોડાઉનની પાછળ દસ જેટલા મૂંગા પશુઓ મળી આવ્યા હતા અને 300 મીટર દુર જ શંકાસ્પદ માસનો જથ્થો મળી આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સંજેલીમાં રહેતા પીએસઆઇ જે કે રાઠોડ દ્વારા એક ઇસન વિરોધ ગુનો નોઘી ઈલિયાસ ઉર્ફ અલ્લુ ગુલામ ગુડાલાની ઘરપકડ કરી અદાલત સમક્ષ રજુ કરતા અદાલતે આરોપીને એક દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો હતો જેને લઇ રિમાન્ડમાં વધુ બે નામ ખુલતા ખાટકીઓમાં હડકમ મચી જવા પામ્યો હતો. આરોપી દ્વારા 2 ખાટકીઓ ના નામ ખુલતા પોલીસે ઈમ્તિયાઝ ડબ્બાને પકડી કોર્ટમાં રજૂ કરી કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો.. અને ફરાર આરોપીની પોલીસ દ્વારા પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.. અને નગરમાં ચારે કોર ચર્ચા થઈ રહી છે હજી તો કેટલાક માથાભારે ખાટકીઓ પર પોલીસની નજર ક્યારે પડશે?આ તો સમુંદર ની નાની માછલીઓને પકડી છે પણ મોટા મગરમચ્છોને પોલીસ ક્યારે પકડશે? તેમ સંજેલી તાલુકામાં ચારે કોર ચર્ચાએ જોર પકડ્યું.. સંજેલી પોલીસે હજુ સુધી ખાટકીઓની દુકાનોમાં સ્થળ તપાસ કેમ નથી કરી તેવા પણ હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ પર શંકા વ્યક્ત કરાઈ રહી છે..