
દેવગઢ બારીયાના પીપલોદમાં રેલવે બ્રિજ પર સ્ટ્રીટ લાઈટોનો અભાવ…
પિપલોદ ખાતે નવીન રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો તેના પર લાઈટો લગાવવામાં આવી તે એક સાઈડના ઘણા વખતથી લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે.
દાહોદ તા.18
પીપલોદ ખાતે થોડાક સમય પહેલા નવીન રેલવ બ્રિજ બનાવવામાં આવ્યો જેના પરથી ગુણા જામદરા મછેલાઈ કેસરપુર રણધીપુર વગેરે ગામોમાં જવા માટે ફાટક પરથી આવું જવું પડતું હતું પરંતુ રાજકીય નેતાઓના અથાક પ્રયત્નોથી આ રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવી દેવામાં આવતા આ બ્રિજ પરથી આવા જવાનું ચાલુ થઈ ગયું અને જે ફાટક પર કલાકો સુધી રોકાઈ રહેવું પડતું હતું તે પણ બંધ થઈ ગયું જ્યારે આ રેલવે બ્રિજ ઉપર લાઈટો લગાડવામાં આવી હતી જેમાં રણધીપુર બાજુ ઉતરતી વખતે લાઈટો ચાલુ હાલતમાં છે જ્યારે પીપલોદ બાજુ ઉતરતી વખતે આ બધી લાઇટો ઘણા ટાઈમથી બંધ હાલતમાં હોય જ્યારે આ રેલવે બ્રિજને ચાલુ કર્યા અને થોડાક સમય થવા આવ્યા છતાં આ રેલવે બ્રિજ પરથી લાઇટો અવારનવાર બંધ હાલતમાં થઈ જતા હોય છે જ્યારે પીપલોદ બાજુ ઉત્તર થી વખતે ઘણા ટાઈમથી લાઈટો બંધ હોય પરંતુ આ લાઈટોને ચાલુ કરવા માટે કોઈ પણ સરકારી તંત્ર તૈયાર નથી તેમ લાગી રહ્યું છે કે પછી આ લાઇટો બંધ હાલતમાં હોય તેના લીધે કોઈ અનિચ્છનીય બનાવ બને તેની રાહ દેખાઈ રહ્યું તેમ લાગી રહ્યું છે જ્યારે રેલવે તંત્ર દ્વારા આ લાઈટો બંધ હાલતમાં હોય તેને ચાલુ કરવામાં આવે તેવી ત્યાંથી નીકળતા વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.