Sunday, 16/03/2025
Dark Mode

અગ્નીવીર ભારતીય સેનામાં જોડાવા માંગતા ઉમેદવારો માટે અરજીની તારીખ 10 એપ્રીલ 2025 સુધી લંબાવાઇ

March 15, 2025
        73
અગ્નીવીર ભારતીય સેનામાં જોડાવા માંગતા ઉમેદવારો માટે અરજીની તારીખ 10 એપ્રીલ 2025 સુધી લંબાવાઇ

રાજેશ વસાવે  :- દાહોદ 

અગ્નીવીર ભારતીય સેનામાં જોડાવા માંગતા ઉમેદવારો માટે અરજીની તારીખ 10 એપ્રીલ 2025 સુધી લંબાવાઇ

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારો માટે ઓનલાઈન પરીક્ષા સંભવિત જુન ૨૦૨૫ થી શરૂ થશે

દાહોદ  તા. 15

અગ્નીવીર ભારતીય સેનામાં જોડાવા માંગતા ઉમેદવારો માટે અરજીની તારીખ 10 એપ્રીલ 2025 સુધી લંબાવાઇ

આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અમદાવાદ દ્વારા ઇન્ડિયન આર્મીમાં ૮ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ, ITI અને DIPLOMA પાસ માટે અગ્નીવીર ભરતી 2025-26 માટે ઉમેદવારો પાસેથી ૧૨ માર્ચ ૨૦૨૫ થી ૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન અરજી કરવા જણાવેલ છે. ઓનલાઈન અરજી કરેલ ઉમેદવારોની પ્રથમ તબકકાની કોમ્પ્યુટર બેઝ કોમન એન્ટ્રન્સ પરીક્ષા જુન ૨૦૨૫માં યોજાશે.

ભારતીય થલ સેના દ્વારા યોજાનાર અગ્નિપથ યોજના(અગ્નિવીર-આર્મી)માં જોડાવા માંગતા અપરણીત પુરુષ ઉમેદવારોઓએ ભારતીય થલ સેનાની વેબસાઈટ https://www.joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦ એપ્રિલ ૨૦૨૫ રહેશે. ભરતી માટે ધો 10 અને 12ની પરીક્ષા આપેલ રીઝલ્ટ બાકી હોય તેવા ઉમેદવારો પણ ઓનલાઈન અરજી કરી શકશે .
વય મર્યાદા : ભરતીમાં ૧૭.૫ થી ૨૧ વર્ષના એટલે કે તા.૦૧ ઓકટોબર ૨૦૦૪ થી તા.૦૧ એપ્રિલ ૨૦૦૮ વચ્ચે જન્મેલા(બંન્ને તારીખ ગણવી) અપરણીત પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે. પરીક્ષા માટે ઉમેદવારોએ ૨૫૦/- ફી ભરવાની રહેશે.
પોસ્ટ અને શૈક્ષણિક લાયકાત વિગતવાર
અગ્નિવીર (GD)—45% માર્ક્સ સાથે 10મું પાસ (LMV લાઇસન્સ હોય તેમણે ડ્રાઈવર માટે પસંદ કરાશે),
અગ્નિવીર (ટેક્નિકલ)—૫૦% સાથે એ ગ્રુપ ૧૨ સાયન્સ અથવા એ ગ્રુપ સાયન્સ સાથે ૧ વર્ષ ITI,
અગ્નિવીર (ટેકનિકલ)—10મું પાસ અને ૨ વર્ષ ITI અથવા ૨/૩ વર્ષ DIPLOMA કોર્ષ,
અગ્નિવીર (ઓફીસ આસીસ્ટન્ટ/સ્ટોર કિપર/ક્લાર્ક) —60% ગુણ સાથે 12મું પાસ.
અગ્નિવીર ટ્રેડ્સમેન—10મું પાસ(૩૩% સાથે)
અગ્નિવીર ટ્રેડ્સમેન—8મું પાસ(૩૩% સાથે)
*સ્પોર્ટ્સ પર્સન, NCC સર્ટિફિકેટ તેમજ ITI અને DIPLOMA ઉમેદવારોને લાયકાત મુજબ ૦૫ થી ૫૦ બોનસ માર્ક મળશે.
*અગ્નિવીર (ટેકનિકલ) માટે ૧૬૭ સેમી, અગ્નિવીર ક્લાર્ક માટે ૧૬૨ સેમી અને અન્ય તમામ પોસ્ટ માટે ૧૬૮ સેમી ઊંચાઈ જરૂરી (એસ ટી ઉમેદવારો માટે ૧૬૨ સેમી ઉંચાઈ રહેશે)
ઉપરોક્ત શૈક્ષણિક અને શારીરિક લાયકાત ધરાવતા અપરિણીત પુરુષ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારો માટે ઓનલાઈન પરીક્ષા સંભવિત જુન ૨૦૨૫ થી શરૂ થશે.
*ભારતીય સેના અગ્નિવીર પસંદગી પ્રક્રિયા*
સ્ટેપ ૧ – ઓનલાઈન કોમન એન્ટ્રન્સ પરીક્ષા – ((CEE ટાઇપિંગ ટેસ્ટ(જો પોસ્ટ માટે જરૂરી હોય તો).
સ્ટેપ ૨ – CEE પાસ માટે શારીરિક પરીક્ષા (RECRUITMENT RALLY)
સ્ટેપ ૩ – એડેપટીબીલીટી ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ
સ્ટેપ ૪ – ડોક્યુમેન્ટ્સ વેરિફીકેશન
ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ઓનલાઈન અરજી કરવા અંગે તેમજ વધુ માહિતી તથા ભરતીની અપડેટ મેળવવા ભારતીય થલ સેનાની ઓફિસિયલ વેબસાઈટ https://www.joinindianarmy.nic.in અને હેલ્પલાઈન નંબર ૦૭૯-૨૨૮૬૧૩૩૮ પરથી માહિતી મેળવવી. તેમજ વધુ માહિતી-માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર કચેરી, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન, છાપરી, દાહોદનો સંપર્ક કરવા દાહોદ રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!