
બાબુ સોલંકી :- સુખસર
*પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ દાહોદ જિલ્લાના 502 ગામોને 102 કરોડ ના વિકાસ કામોના વર્ક ઓર્ડર દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ના હસ્તે અર્પણ કરવામાં આવ્યા*
*દાહોદ જિલ્લાના નવ તાલુકાના તલાટી કમ મંત્રી, વહીવટદાર, સરપંચો, લાભાર્થીઓને વિવિધ કામોના વર્ક ઓર્ડરો આપવામાં આવ્યા*
સુખસર,તા.8
દાહોદ જિલ્લા માં પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ જિલ્લાના નવ તાલુકાના 502 ગામોમાં 102 કરોડના ખર્ચે થનાર વિકાસ કાર્યોના વર્ક ઓર્ડર દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર ના હસ્તે લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા
જેના ભાગરૂપે આજરોજ સિંગવડ,ફતેપુરા તાલુકાના સુખસર, ગરબાડાના ગામોમાં પંચાયતના સરપંચો,તલાટી કમ મંત્રીઓ પંચાયતના વહીવટદારોને ગામમાં નવીન સી.સી રોડ બનાવવા માટે, પ્રાથમિક શાળાના ઓરડાઓની રીપેરીંગ કામગીરી,નવીન આંગણવાડી નુ બાંધકામ,પ્રાથમિક તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રની રીપેરીંગ કામગીરી, નવીન ક્લાસરૂમનું બાંધકામ
અને તેની રીપેરીંગ કામગીરી માટે વર્ક ઓર્ડરોની વિતરણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, પ્રાયોજના વહીવટદાર અધિકારી દેવેન્દ્ર મીણા,લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર,ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા,ગરબાડા ના
ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઈ આમલીયાર,તાલુકા વિકાસ અધિકારીઓ, સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે લોકોને સંબોધીને જણાવ્યું હતું કે,દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકોના વિકાસની અવિરત ચિંતા કરતા રહે છે.ગામડાથી લઈ શહેર સુધીનો વિકાસ કઈ રીતના થઈ શકે તેમજ વિકાસની કડીમાં ઉણપ ન રહી જાય તે માટે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ વિકાસના કામોમાં ખૂટતી કડી પૂર્ણ કરવા માટે દાહોદ જિલ્લાના 502 ગામડાઓ માટે વધું 102 કરોડ રૂપિયા ની ફાળવણી કરી હોવાનું જણાવી ગામડાઓમાં નવીન સી.સી રોડ, આંગણવાડીઓના કામ,હોસ્પિટલોના કામ, ક્લાસ રૂમના કામ,માટે વધુ રૂપિયા ફાળવી કરી વર્ક ઓર્ડર આપી વિતરણ કર્યું હોવાનું જણાવી ગુજરાત તેમજ દેશની ભાજપ સરકાર લોકોના વિકાસ માટે કટિબંધ હોવાનું જણાવ્યું હતું.