
*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તાલુકા હેલ્થ કચેરી લીમખેડા ખાતે આશા સંમેલન યોજાયું*
દાહોદ તા. 8
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી, લીમખેડા ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિતે નારી સંમેલન યોજીને ઉજવણી કરવામાં આવી હતી.
આ સંમેલનમાં લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય વિસ્તારમાં સેવા આપતી તમામ આશા વર્કર બહેનો ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર આશાબેનને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. સી.એમ. મછાર દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
ઉપરાંત વિશેષમાં આરોગ્યને લગતા તમામ પ્રોગ્રામોની માહિતી અને આરોગ્યની વિવિધ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે અને તેઓ તેનો લાભ લે તે વિશે સમજ આપવામાં આવી હતી.
૦૦૦