
રાજેશ વસાવે :- દાહોદ
*વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સીંગવડ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દાસા ખાતે આશા સંમેલન યોજાયું*
દાહોદ તા. 8
દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના પ્રાથમિક કેન્દ્ર દાસા ખાતે વિશ્વ મહિલા દિન નિમિતે આશા સંમેલન યોજવામાં આવ્યું હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ સીંગવડ તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જીતેન્દ્ર મુનિયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, છાપરવડના મેડિકલ ઓફિસરશ્રી ડૉ. પ્રિતેશ પટેલ, તાલુકા આરોગ્ય ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રીમતિ દક્ષાબેન પરમાર ચેરમેન, આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત, દાહોદ સહિતના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આશા બહેનો અને આશા ફેસેલેટર તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યા હતાં. જે દરમ્યાન વર્ષ દરમ્યાન સારી કામગીરી કરવા બદલ કુલ 03 આશાવર્કર બહેનોને સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
૦૦૦