Wednesday, 02/04/2025
Dark Mode

સરહદી વિસ્તારમાં અવનવા કીમીયા અજમાવી વિદેશી દારૂના પરિવહનનો પર્દાફાશ.. દાહોદ જિલ્લામાં હોળી ટાણે વિદેશી દારૂની રેલમછેલ: એલસીબી પોલીસે બે અલગ અલગ બનાવોમાં 62 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો…

March 5, 2025
        5294
સરહદી વિસ્તારમાં અવનવા કીમીયા અજમાવી વિદેશી દારૂના પરિવહનનો પર્દાફાશ..  દાહોદ જિલ્લામાં હોળી ટાણે વિદેશી દારૂની રેલમછેલ: એલસીબી પોલીસે બે અલગ અલગ બનાવોમાં 62 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો…

 રાજેશ વસાવે :- દાહોદ 

સરહદી વિસ્તારમાં અવનવા કીમીયા અજમાવી વિદેશી દારૂના પરિવહનનો પર્દાફાશ..

દાહોદ જિલ્લામાં હોળી ટાણે વિદેશી દારૂની રેલમછેલ: એલસીબી પોલીસે બે અલગ અલગ બનાવોમાં 62 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો…

ઓક્સિજન ટેન્કરમાં સંતાડેલો લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો,

દાહોદ તા.૦૫

સરહદી વિસ્તારમાં અવનવા કીમીયા અજમાવી વિદેશી દારૂના પરિવહનનો પર્દાફાશ.. દાહોદ જિલ્લામાં હોળી ટાણે વિદેશી દારૂની રેલમછેલ: એલસીબી પોલીસે બે અલગ અલગ બનાવોમાં 62 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો...

દાહોદ એલસીબી પોલીસે એકજ દિવસમાં બે અલગ અલગ સ્થળોએથી રૂા.૬૨,૭૫,૩૮૮ના પ્રોહી જથ્થા સાથે એક ટેન્કર તેમજ એક ફોર વ્હીલર ગાડી ઝડપી પાડી કુલ રૂા.૮૭,૮૫,૩૮૮ના મુદ્દામાલ સાથે બંન્ને બનાવોમાં ત્રણ ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

 

હોળીનો તહેવાર નજીક આવતો હોઈ દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો તેમજ ખેપીયાઓ બેફામ બની રહ્યાં છે ત્યારે આવા તત્વો પર લગામ કસવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ પોલીસ દાહોદના મુવાલીયા તેમજ રામપુરા ખાતે વાહન ચેકીંગ કરી રહી હતી તે સમયે રામપુરા ગામેથી પસાર થતી એક ફોર વ્હીલર ગાડીને ઉભી રાખી ફોર વ્હીલર ગાડીના ચાલક વિજય ઉર્ફે નાનચા બુધાભાઈ ઉર્ફે ભોધાભાઈ કેમતાભાઈ મંડલોઈ (રહે.મધ્યપ્રદેશ)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તેના કબજાની ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૫૦૪ કિંમત રૂા.૭૦,૮૦૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૫,૭૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો ત્યારે તેવીજ રીતે પોલીસ મુવાલીયા ગામ તરફ રસ્તા પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ ટેન્કર પસાર થતાં ટેન્કરમાં સવાર ટીકમારામ તોગારામ જાંટ (સીયાગ) તથા તેની સાથેનો કિશોરકુમાર ભુરારામ ખિયારામ જાટ (ગોદારા) (બંન્ને રહે. રાજસ્થાન)નાઓની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ટેન્કરની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂની બોટલો નંગ.૧૫૩૯૬ કિંમત રૂા.૬૨,૦૪,૫૮૮ના પ્રોહી જથ્થા સાથે ટેન્કરની કિંમત મળી પોલીસે કુલ રૂા.૮૨,૧૪,૫૮૮નો મુદ્દામાલ કબજે કર્યાે હતો. આમ, પોલીસે બંન્ને સ્થળોએથી કુલ રૂા.૮૭,૮૫,૩૮૮ના મુદ્દામાલ સાથે પોલીસે આ સંબંધે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

—————————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!