
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં SSC/ HSC બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ: પ્રથમ દિવસે 1693 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં…
જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાની ગાડીમાં બે વિદ્યાર્થીનીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડતા મુખ્યમંત્રી કાર્યાલયે નોંધ લીધી
દાહોદ જિલ્લાના 558 પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા પરીક્ષાનું સર્વલેન્સ કરવામાં આવ્યું…
દાહોદ તા.27
દાહોદ જિલ્લામાં આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની એક્ઝામ શરૂ થઈ છે. શેરશાહી જિલ્લા ભરના વિવિધ સેન્ટરો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સીસીટીવી કેમેરા હેઠળ એચએસસી એસએસસી બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. વાલીઓ તેમના બાળકોને પરીક્ષા કેન્દ્ર ઉપર મુકવા આવતા પરીક્ષા કેન્દ્ર ઉપર ભારે ભીડ જોવા મળી હતી. પરીક્ષા કેન્દ્ર ઉપર હોલ ટિકિટ જોઈને પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજરોજ યોજાયેલી એસએસસીની પરીક્ષામાં 29,590 પરીક્ષાાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે 1,600 જેટલા પરીક્ષાર્થીઓ ગેરહાજર રહેવા પામ્યા હતા.
દાહોદ જિલ્લામાં આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. દાહોદ જિલ્લામાં ત્રણ ઝોનમાં આવેલી 55 બિલ્ડીંગોના 558 બ્લોકમાં સીસીટીવી કેમેરાની નિઘરાણી હેઠળ પરીક્ષા યોજાય હતી જેમાં ધોરણ 10 એસએસસી બોર્ડમાં નોંધાયેલા 31,190 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતીમાં 28,902 , ઈંગ્લીશમાં 633 હિન્દીમાં 55 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે ગુજરાતીમાં 1596 તેમજ ઇંગ્લિશમાં ચાર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ત્યારબાદ બપોરના સમય યોજાયેલી HSC બોર્ડમાં નોંધાયેલા 3130 વિદ્યાર્થીઓ પૈકી 3053 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે 83 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવા પામ્યા હતા. એટલું જ નહીં પરીક્ષાનું સંચાલન સુચારૂરૂપે ચાલે તે માટે દાહોદ જિલ્લામાં 33 શાળાઓમાં SRP ફોર્સના બંદોબસ્તમાં પરીક્ષાઓ યોજાઈ હતી..
*જિલ્લા શિક્ષણઅધિકારીએ બે વિદ્યાર્થીનીઓને પોતાની ગાડીમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી..*
દાહોદના સેન્ટ સ્ટીફન સ્કૂલમાં બોર્ડના પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા શિક્ષણ અધિકારી વિઝીટ માં આવ્યા હતા. દરમિયાન પરીક્ષાનો સમય થતાં વિદ્યાર્થીઓ રીસીપ્ટ પ્રમાણે ચેક કરી હોલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. દરમિયાન હિન્દી સેકન્ડરી સ્કૂલમાં પરીક્ષા આપવા જઈ રહેલી બે વિદ્યાર્થીનીઓ ભૂલથી સેન્ટ સ્ટીફન સ્કૂલ ખાતે આવી પહોંચી હતી. જે શિક્ષણ અધિકારીને ધ્યાનમાં આવતા તેઓએ વિદ્યાર્થીનીઓના હિતમાં એક પલનું વિલંબ કર્યા વગર બંને વિદ્યાર્થીનીઓને પોતાની સરકારી ગાડીમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે પણ લીધી હતી.