
રાજેશ વસાવે:- દાહોદ
દાહોદના નકલી NA પ્રકરણ:TDO ની ફરિયાદમાં 50 લોકોને નોટિસ ફટકારી..
સબ જેલમાં બંધ બિલ્ડર, વચેટિયા અદનાન વોરા, તેમજ બે સરકારી કર્મચારીઓની ટ્રાન્સફર વોરંટ પર ધરપકડ, 70 લોકો સામે તપાસ ચાલુ…
TDO ની ફરિયાદમાં પોલીસે 70 સર્વે નંબરોમાં 112 હુકમો તપાસ હાથ ધરી..
દાહોદ તા.24
દાહોદનો બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં પોલીસે અગાઉ નોંધાયેલ ફરિયાદમાં જેલવાસો ભોગવી રહેલા મુખ્ય ભેજાબાજ અને બિલ્ડર-ડેવલોપર,વચેટિયા તેમજ બે સરકારી કર્મચારીઓ સહિત ચાર આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે ડો કી સબજેલમાંથી અરેસ્ટ કરી પોલીસ કસ્ટડીમાં લીધા છે.તેમજ તેઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે ડિમાન્ડની માંગણી કરી છે.નકલી NA પ્રકરણમાં ઓક્ટોબર માસમાં 70 લોકો સામે ટીડીઓ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં તપાસ દરમિયાન નામ ખુલતા પોલીસે જેલમાં બંધ બિલ્ડર શૈશવ પરીખ, મામલતદાર કચેરીમાં જે તે સમયે આઉટસોર્સિંગથી કામ કરનાર અદનાન વોરા, સીટી સર્વે કચેરીમાં તત્કાલીન ફરજાધિન શીરસ્તેદાર ડી.કે.પરમાર તેમજ મેન્ટેનન્સ સર્વેયર રાહુલ ચાવડાની ટ્રાન્સફર વોરંટ ના આધારે જેલમાંથી કસ્ટડી લીધા બાદ કોર્ટમાં રજૂ કરવા માટે ધરપકડ કરી પોલીસકે લાવવામાં આવ્યા છે. ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાયેલા ચારેય આરોપીના પોલીસ રિમાન્ડ મેળવી તાલુકા પંચાયત કચેરીના બોગસ હુકમોમાં નોંધાયેલ ફરિયાદમાં તેમની શું સંડોવણી હતી. કોના મારફતે અને કેવી રીતે સરકારના પ્રીમિયમની ચોરી કરી છેતરપિંડી કરી છે. તે અંગે તપાસ હાથ ધરશે.જેમા આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.
*TDO ના ફરિયાદમાં 70 સર્વે નંબરોમાં પોલીસે 112 બનાવટી હુકમોની તપાસ કરી.*
તાલુકા પંચાયતોના બોગસ હુકમ અંગે તારીખ 28.10.2024 ના રોજ દાખલ થયેલી ફરિયાદમાં 70 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં 70 સર્વે નંબરોમા 112 બનાવટી હુકમોની તપાસ કરી હતી. આ જમીન કૌભાંડમાં 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કેટલાંક મરી ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે આ કેસમાં હજી મિલકત ધારકો સામે તપાસ ચાલી રહી છે.
*TDO ની ફરિયાદમાં પકડાયેલાં ચારેયની શું ભૂમિકા હતી.?*
NA કેસમાં TDO ના બોગસ હૂકમોમાં દાખલ થયેલી ફરિયાદમાં શૈશવ પરીખ તેમજ અદનાન મિલકતધારકો પાસેથી જમીન NA કરાવવા માટે દસ્તાવેજ લીધા બાદ શૈશવ તેના મળતિયા પાસે તેમજ અદનાન રામુ પંજાબી પાસે સરકારી પ્રોસેસ ફોલો કર્યા વગર NA નો બનાવટી હુકમ બનાવી સીટી સર્વે કચેરીમાં કામ કરતા રાહુલ ચાવડા મેન્ટેન્સ સર્વેયર તેમજ ડી. કે. પરમાર શિરસ્તેદાર પાસે મોકલી દેતા હતા જ્યાં આ બન્ને સરકારી કર્મચારીઓ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં થતી સરકારી પ્રોસેસ ને ફોલો કર્યા વગર બારોબાર બનાવટી પ્રોપર્ટી કાર્ડ બનાવી એન્ટ્રી પાડી સરકારના પ્રીમિયમની ચોરી કરી હોવાનું ખુલ્યું છે.
*3 સર્વે નંબરો ડ્રોપ કરાયા: પકડાયેલાં આરોપી સામે અત્યાર સુધી આટલા ગુના નોંધાયા.*
તાલુકા પંચાયતના હુકમોમાં પોલીસ તપાસ દરમિયાન ત્રણ સર્વે નંબરો ડ્રોપ કરવામાં આવ્યા છે. એટલે કે ત્રણ સર્વે નંબરોમાં કોઈપણ જમીનને NA કરવા થતી કાયદાકીય પ્રોસેસ ફોલો કરવામાં આવી હતી. આ ત્રણેય સર્વે નંબરોમાં સંબંધિત સરકારી કચેરીઓના સાચા અભિપ્રાય, અરજીઓ ચલણ, ચકાસણી સ્થળ સુધીના રિપોર્ટ જે તે કચેરીના વર્કશોપમાં નોંધ સાથે મળી આવ્યા હતા હુકમોમાં પણ અધિકારીઓની સહી મળી આવી હતી. પરંતુ ત્રણે સર્વે નંબરને ક્લીન ચીટ નિયમ પ્રમાણે પોલીસ આપી શકતી એટલે આખરી નિર્ણય લેવા માટે ત્રણે સર્વે નંબરોમાં પોલીસ તપાસ નો અહેવાલ અને અને દસ્તાવેજી પુરાવાઓ મહેસુલ વિભાગને મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં પકડાયેલો બિલ્ડર સેશવ પરીખ ત્રણ ગુનામાં, વચેટિયો અદનાન વોરા, સરકારી કર્મચારી રાહુલ ચાવડા તેમજ ડી.કે પરમાર અત્યાર સુધી બે ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે.