
રાજેશ વસાવે :- દાહોદ
હેલ્મેટ અંગેની ઝુંબેશ:દાહોદમાં પ્રથમ દીવસે 33 જેટલાં સરકારી બાબુઓ દંડાયા,20 હજારના દંડની વસૂલાત…
દાહોદ તા.11
દાહોદમાં સરકારી પગાર લેતા સરકારી કર્મચારી સાવચેત રહેજાે. હેલ્મેટ ખરીદી લેજાે. ગુજરાત પોલીસ તંત્રના આદેશોને ધ્યાનમાં રાખી દાહોદ શહેરમાં દાહોદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના રાજમાર્ગો પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાંય ખાસ કરીને સરકારી કચેરી કર્મચારીઓના વાહનો પર દાહોદ ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે જેમાં આજરોજ ગુજરાત પોલીસની સુચનાઓને ધ્યાનમાં રાખી દાહોદ ટ્રાફિક પોલીસ દ્વારા એકજ દિવસમાં ૩૩ જેટલા સરકારી કર્મચારીઓ જેઓએ હેલ્મેટ વગર વાહન હંકારતાં હતાં તેઓને સ્થળ પરજ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
ગુજરાતના ડીજી એન્ડ આઈજીની સુચના અને માર્ગદર્શન જેમાં ગુજરાત રાજ્યમાં હેલ્મેટના અમલીકરણનું ખુબજ જરૂરી છે જે બાબતને ધ્યાનમાં રાખી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે ગુજરાત પોલીસ તંત્ર દ્વારા આદેશો આપવામાં આવતાં આજરોજ દાહોદમાં પણ દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ બી ડિવીઝન પોલીસને સાથે રાખી દાહોદ ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કર્મચારીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી જેમાં ટુ વ્હીલર વાહન ચલાવનાર સરકારી કર્મચારીઓ જેમાં હેલ્મેટ વગર વાહન ચલાવતાં કુલ ૩૩ કર્મચારીઓ સામે સ્થળપરજ દંડનીય કાર્યવાહી કરી રૂા.૧૬,૫૦૦ના દંડની રકમ વસુલ કરવામાં આવી હતી અને સરકારી કર્મચારી સિવાય સામાન્ય ટુ વ્હીલર વાહન ચાલકો જેમાં ૮ વાહન ચાલકો સામે પણ સ્થળ પર દંડનીય કાર્યવાહી કરી રૂા.૪૦૦૦ના દંડની રકમની વસુલાત કરી હતી. આમ, કુલ આજના એકજ દિવસમાં ટ્રાફિક પોલીસ દ્વારા ૪૧ હેલ્મેટ વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી કરી કુલ રૂા.૨૦,૫૦૦ની દંડની વસુલાત કરવામાં આવી હતી. સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કર્મચારીઓ અને સામાન્ય વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.