
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બેના મોત, અન્ય ત્રણ ઇજાગ્રસ્ત
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો જ્યારે અન્ય ત્રણ જેટલા વ્યક્તિઓને ઈજાઓ થયાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના વાવ લવારીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૭મી ડિસેમ્બરના રોજ બે છકડા સામ સામે આવી જતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો જેને પગલે એક છકડામાં સવાર ચાલક સહિત ચાર જણાને શરીરે ઈજાઓ પહોંચવા પામી હતી જેમાં ચાલક બહાદુરસિંહ (રહે. કાટું, તા. ઘોઘંબા, જિ.પંચમહાલ) અને તેના છકડામાં સવાર સવલીબેન શકરાભાઈ બારીયા, બોડીબેન પારસીંગભાઈ બારીયા વિગેરેને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જેમાં બહાદુરસિંહને ગંભીર ઈજાઓને પગલે તેઓને અમદાવાદની સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન તેઓને મોત નીપજતાં આ સંબંધે મૃતકના પિતા હિંમતભાઈ રૂપાભાઈ રાઠવા દ્વારા સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દાહોદ તાલુકાના રવાળીખેડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૪ જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં ગોવાળી ગામે આજુણ ફળિયામાં રહેતાં રાજેશભાઈ લલ્લુભાઈ સંગાડા પોતાના કબજાની ઈનોવા ફોર વ્હીલર ગાડી લઈ રવાળીખેડાથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન ગાડીની વધુ પડતી ઝડપના કારણે ઈનોવા ફોર વ્હીલર ગાડી પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી અને રાજેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેઈ ઈજાઓ થતાં તઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાતાં તેઓને સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે ગોળાળી ગામે રહેતાં લલ્લુભાઈ કાનજીભાઈ સંગાડીયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————-