બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના મકવાણા ના વરુણા હાઇવે માર્ગ ઉપર ઉભેલા મોટરસાયકલ ચાલકોને શિફ્ટ ગાડી દ્વારા ટક્કર વાગતાં બે ને ઈજા*
*સુખસર પોલીસ દ્વારા વાહન ચેકિંગ માટે મકવાણાના વરુણા નાલંદા પબ્લિક સ્કૂલ પાસે ઉભા રાખેલા મોટરસાયકલ ચાલકોને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો*
*અકસ્માત સર્જી ભાગી છૂટેલા ફોર વ્હીલર વાહન ચાલકને સંતરામપુર તાલુકાની હદ ઉપરથી ઝડપી લેવાયા,*
*બે ઈજાગ્રસ્તોમાં એક મોટીઢઢેલી તથા બીજો રાજસ્થાનના સલ્લોપાટનો વતની છે*
સુખસર,તા.22
ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં અવાર-નવાર નાના મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે.જેમાં વધુ એક બનાવવા આજરોજ સાંજના ત્રણેક વાગ્યાના અરસામાં સુખસર થી ઝાલોદ જતા માર્ગ ઉપર મકવાણાના વરુણા નાલંદા પબ્લિક સ્કૂલની સામે મોટરસાયકલ સાઈડમાં ઉભી રાખી ઉભેલા બે લોકોને ફોરવીલર ગાડીના ચાલકે ટક્કર મારતા બે લોકોને માથામાં તથા પગ ઉપર નાની મોટી ઇજાઓ થવા પામી છે.જ્યારે ફોર વ્હિલર ચાલક પોતાના કબજાની ગાડીને સ્થળ ઉપરથી ભગાવી જતા આ ગાડીને સુખસર પોલીસે સંતરામપુરની હદ ઉપર જતા ઝડપી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ સાંજના ત્રણેક વાગ્યાના અરસામાં સુખસર પોલીસ સુખસર થી ઝાલોદ જતા માર્ગ ઉપર મકવાણા વરુણા નાલંદા પબ્લિક સ્કૂલ ની સામે હાઇવે માર્ગ ઉપરથી પસાર થતાં વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા.ત્યારે મોટી ઢઢેલીના વાલુભાઈ ચુનિયાભાઈ પારગી તથા તેમના જમાઈ આકાશભાઈ ભુરસીંગભાઇ બારીયા રહે.સલ્લોપાટનાઓ મોટરસાયકલ ઉપરથી પસાર થતા વાહન ચેકિંગ માટે સુખસર પોલીસે ઉભા રાખ્યા હતા.તે દરમિયાન ઝાલોદ તરફથી આવતી ફોરવીલર મારુતિ ઝેન ગાડી નંબર જીજે-18.એસી-8410 ના ચાલકે તેના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી આકાશભાઈના કબજાની ઉભેલી મોટરસાયકલને ટક્કર વાગતા આ બંને જણા રોડ ઉપર પડી ગયા હતા.જેથી વાલુભાઇ પારગીને માથામાં તથા પગે ઇજાઓ પહોંચવા પામી હતી.જ્યારે આકાશભાઈ બારીયાને માથામાં ઇજા પહોંચી હતી.જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તાબડતોબ એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે પહોંચી બંને ઈજાગ્રસ્તોને સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
જ્યારે અકસ્માત કરનાર ફોર વ્હીલર ચાલક અકસ્માત કર્યા બાદ પોતાના કબજાની ગાડીને લઈ ભાગી છૂટ્યો હતો.ત્યારે સુખસર પોલીસે આ ગાડીનો પીછો કરી સંતરામપુર તાલુકાની સરહદ પાસેથી ઝડપી લઇ વાહન ચાલક સહિત આ ગાડીમાં સવાર એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો અને આ બંને લોકો ઝાલોદ બાજુ થી આવી રહ્યા હતા અને બંને લોકો દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.તેમજ આ ફોર વ્હિલરમાં પોલીસ લખેલી પટ્ટી પણ જોવા મળી હતી. સુખસર પોલીસે આ બંને લોકોને અટકાયત કરી ફોરવીલર ગાડી કબજે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.