Sunday, 19/01/2025
Dark Mode

ટ્રેનમાં ચડતા સમયે મુસાફરોના ખિસ્સા હળવા કરનાર બદીને ડામવા GRP નિષ્ફળ નિવડી..

January 18, 2025
        1664
ટ્રેનમાં ચડતા સમયે મુસાફરોના ખિસ્સા હળવા કરનાર બદીને ડામવા GRP નિષ્ફળ નિવડી..

ટ્રેનમાં ચડતા સમયે મુસાફરોના ખિસ્સા હળવા કરનાર બદીને ડામવા GRP નિષ્ફળ નિવડી..

દેહરાદુન એક્સપ્રેસમાં મુસાફરના પૈસા કાઢનાર બે ઈસમોને RPF એ પકડી GRP ના હવાલે કર્યા: બંને વિરુદ્ધ ગુનો નોધાયો..

આરપીએફની કામગીરીથી બન્ને ઝડપાયાં: જીઆરપી પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ..

દાહોદ તા.18

દાહોદ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વેળાએ મુસાફરના ખિસ્સામાંથી પૈસા કાઢનાર બે ઇસમોને બંદોબસ્તમાં ઊભેલી આરપીએફ પોલીસે ઝડપી જીઆરપી પોલીસ ને સુપરત કર્યા હતા જ્યાં જી આર પી પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનનગર તાલુકાના પાટડી ગામના રાજુ બાદરીયા નિનામા તથા તેમના ગામના માણસો ઉતરાયણના દિવસે જામનગરથી ઘરે આવવા માટે બસમાં બેસી દાહોદ આવ્યા હતા. દાહોદથી મેઘનગર જવા માટે રેલવે સ્ટેશનને ગયા હતા. ત્યારે પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર દહેરાદુન એક્સપ્રેસના આગળના જનરલ કોચમાં ચડતી વખતે ટ્રેનમાં દરવાજા પાસે કેટલાક મુસાફરો ચડવા માટે ધક્કામુકી કરતા હતા.આ દરમિયાન કોઇ વ્યક્તિ રાજુ નિનામાના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા 6,000 ચોરી કરી બે વ્યક્તિઓ ટ્રેનમાંથી પ્લેટફોર્મ ઉપર ઉતરી ગયા હતા. જેમના ઉપર રાજુ નિનામાને શક જતાં તેને પેન્ટના ખિસ્સામાં રાખેલ પૈસા તપાસતા જોવા મળેલ નહી મળતાં ચોરી થઇ હોવાનું જણાયુ હતું. રાજુ નિનામાએ બુમાબુમ કરતાં પ્લેટફોર્મ ઉપર હાજર આરપીએફ પોલીસે ભાગી રહેલા બન્ને શખ્સોને પકડી પાડ્યા હતા. ઝડપાયેલા દાહોદના ભીલવાડા તળાવ ફળિયાના મનીષ મણીલાલ સાંસી તથા વણભોરી ગામના માવી ફળિયાના સુનિલ રૂમાલ માવી સામે દાહોદ જીઆરપીએ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

*મુસાફરના ખિસ્સામાંથી પૈસા કાઢનારને RPF એ પકડી GRP ને સોંપ્યા હતા.*

દેહરાદુન એક્સપ્રેસમાં મુસાફર પાસેથી રૂપિયા કાઢી લેવાની ઘટના બાદ આરપીએફ જવાનોએ બંને તસ્કરને ઝડપી પાડ્યા હતાં. આ બંનેને જીઆરપીને સોંપવામાં આવતાં તેમની સામે ગુનો દાખલ કરાયો હતો. આ બંને સાથે અન્ય લોકો હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!