Wednesday, 05/02/2025
Dark Mode

બહુચર્ચીત નકલી NA માં તપાસ દરમિયાન સરકારી જમીનમાં દબાણનું કૌભાંડ મામલે  દાહોદના કસ્બા સાંગા ફળિયામાં ખાનગી નંબરને સરકારી જમીનમા ભેળવી પાકા મકાનો બનાવી દેવાયા:58 મિલકત ધારકોને 15 દિવસમાં દબાણ દૂર કરવા એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટના આદેશ ..

January 16, 2025
        1838
બહુચર્ચીત નકલી NA માં તપાસ દરમિયાન સરકારી જમીનમાં દબાણનું કૌભાંડ મામલે   દાહોદના કસ્બા સાંગા ફળિયામાં ખાનગી નંબરને સરકારી જમીનમા ભેળવી પાકા મકાનો બનાવી દેવાયા:58 મિલકત ધારકોને 15 દિવસમાં દબાણ દૂર કરવા એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટના આદેશ ..

રાજેશ વસાવે :- દાહોદ 

બહુચર્ચીત નકલી NA માં તપાસ દરમિયાન સરકારી જમીનમાં દબાણનું કૌભાંડ મામલે 

દાહોદના કસ્બા સાંગા ફળિયામાં ખાનગી નંબરને સરકારી જમીનમા ભેળવી પાકા મકાનો બનાવી દેવાયા:58 મિલકત ધારકોને 15 દિવસમાં દબાણ દૂર કરવા એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટના આદેશ ..

દબાણ દૂર કરવા કોર્ટની નોટિસ બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો:હાઈકોર્ટે મિલકત ધારકોને સાંભળી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યાં હતાં. 

દાહોદ તા.16

 

દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણ સામે આવ્યા બાદ અત્યારે તંત્ર દ્વારા જમીન કૌભાંડમાં હકીકતલક્ષી અહેવાલ મેળવવા માટે રિઝર્વની કામગીરી ચાલી રહી છે દરમિયાન એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર દાહોદએ કોર્ટ દ્વારા સાંગા ફળિયામાં સરકારી જમીનમાં કરવામાં આવેલા પાકા બાંધકામો 15 દિનમાં દૂર કરવા માટે 58 થી વધુ મિલકત ધારકોને નોટિસો ફટકારવામાં આવી છે.જેના પગલે સાંગા ફળિયામાં મિલકતો વેચાતી લેનાર મિલકત ધારકોના પુનઃએક વખત જીવ પડીકે બંધાઈ ગયા છે.

દાહોદ કસબાના સાંગા ફળિયામાં આવેલ રેવન્યુ સર્વે નંબર 1003 સરકારી પડતર અને રસ્તા પૈકીની જમીન હોવાનું ફલિત થવા પામ્યું છે.સરકારી જમીન ઉપર ઉભા કરવામાં આવેલા પાકી દુકાનો ગોડાઉન વિગેરે બાંધકામને સ્વખર્ચે દૂર કરવા જમીન મહેસુલ કાયદાની કલમ 61 હેઠળ દબાણદારોને સ્વખર્ચે દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી.તંત્ર દ્વારા અપાયેલી નોટિસ બાદ સાંગા ફળિયાના મિલકત ધારકોમાં આક્રોશ સાથે ગમગીની ફેલાઈ જવા પામી હતી.એટલું જ નહીં વર્ષોની મૂડી હોમાઈ જશે ની બીકે ઉપરોક્ત સર્વે નંબરમાં આવેલ 58 થી વધુ મિલકત ધારકો દ્વારા પોતે જ માલિક છે. તેમની પાસે સરકારી દસ્તાવેજો તેમજ અન્ય સરકારી ડોક્યુમેન્ટ થયા છે તેવી રજૂઆત સાથે કલેકટર એસ.ડી.એમ વિગેરે સમક્ષ રાવ કરી હતી અને આવેદનપત્રો પણ અપાયા હતા.પરંતુ નકલી NA પ્રકરણમાં તપાસ દરમિયાન સરકારી જમીન ઉપર દબાણ હોવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું હતું દાહોદ ગામની સર્વે નંબર 1003 ની સદર જમીન ઇજનેર ખાતાને મોરમ માટેની/સરકારી પડતર અને રસ્તા પૈકીની જમીન હોવાનું બહાર આવ્યું હતું.અત્રેના સાંગા ફળિયાના ગોડાઉન ધારકો અને દુકાન ધારકોએ નામદાર ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જેમાં ગુજરાત હાઇકોર્ટે દાહોદના 58 કરતાં પણ વધુ કબજેદારોને દબાણકર્તાઓને સાંભળ્યા વગર નિર્ણય ન લેવાનું ડાયરેક્શન આપ્યું હતું.અને આમ જે તે સમયે ગોડાઉન ધારકો અને દુકાનદારોને જીવનદાન પ્રાપ્ત થયું હતું.અને સ્થળ પરથી સંબંધિત તંત્રને પાછું ફરવું પડ્યું હતું.ત્યારબાદ હાઇકોર્ટના ડાયરેક્શન મુજબ હાઇકોર્ટ ની રજૂઆત મુજબ દબાણ કર્તાઓને ઓક્ટોબર માસમાં 24, 25.અને 30 તારીખ આપવામાં આવી હતી ત્યારબાદ નવેમ્બર માસમાં 11 અને 18 તારીખની મુદતો આપી તમામને હાજર રાખી મૌખિક તથા લેખિત જવાબો લીધા હતા.એટલું જ નહીં હાજર રહેલા લોકો પછી વધુ સુનાવણીની જરૂરિયાત ન હોય આ કેસને ઠરાવ ઉપર લેવામાં આવ્યો હતો.આ કેસમાં સરકાર તરફે મામલતદાર શ્રી સામેવાળા એટલે કે દબાણ કરતાં નંબર એક થી ૫૮ તથા અન્ય દબાણ કરતાઓને આખરે તમામ હકીકત તપાસી આગામી 15 દિવસમાં સ્વખર્ચે પોતાનો દબાણ દૂર કરવાનું જણાવવામાં આવતા પુનઃ એકવાર વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જોકે મામલતદાર કે. ગોહિલના આ હુકમની સામે સક્ષમ અધિકારી સમક્ષ અપીલની રાહ મેળવી શકવાનું જણાવવામાં આવતા સમગ્ર વેપારી આલમ પુનઃ એકવાર સક્ષમ અધિકારી સમક્ષ તથા કોર્ટ રહે લડત આપશે તેમાં બેમત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!