ઝાલોદ તાલુકાના ગામડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી મુક્ત અભિયાનમાં ટીબી હારેગા દેશ જીતેગા તે અંતર્ગત મિટિંગ રાખવામાં આવી હતી
દાહોદ તા. ૧૧
આજ રોજ ઝાલોદ તાલુકાના પ્રા.આ.કે ગામડી ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો આર ડી પહાડિયા સાહેબ તેમજ ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ તુષાર ભાભોર સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈઆર (પંચાયતી રાજ સંસ્થા) ની મીટિંગ કરવામાં આવી હતી જેમાં જીલ્લા પંચાયત સભ્ય શ્રી, ગ્રામ પંચાયતના સરપંચ શ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, તાલુકા સભ્યશ્રીઓ, ગ્રામ પંચાયત સભ્યો, તથા મેડિકલ ઓફિસર શ્રી મેઇલ હેલ્થ સુપરવાઈઝર શ્રી સાથે તમાંમ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યાં હતા, જેમાં ટીબી મુક્ત અભિયાન અંતર્ગત મેડિકલ ઓફિસરશ્રી અને સુપરવાઈઝર દ્વારા ટીબી મુક્ત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી