![કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પરથી 33 લાખના કિંમતના વિદેશી દારુ -બિયર ના જથ્થા સાથે આયશર ગાડી પકડી: ચાલક સહિત બે ની અટકાયત](https://dahodlive.com/wp-content/uploads/2025/01/IMG-20250111-WA0024-770x377.jpg)
જયેશ ગારી :- કતવારા
કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પરથી 33 લાખના કિંમતના વિદેશી દારુ -બિયર ના જથ્થા સાથે આયશર ગાડી પકડી: ચાલક સહિત બે ની અટકાયત
કતવારા તા.11
ગઈ કાલે બપોરે કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પર ગોઠવેલી વોચ દરમિયાન રૂપિયા ૩૩ લાખના વિદેશી દારુ તથા બિયર ના જથ્થા સાથે આયશર ગાડી પકડી રૂપિયા ૨૦ લાખની કિંમતની આયશર ગાડી તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૫૩.૧૦ લાખના મુદ્દામાલ સાથે આયશર ગાડી ના ચાલક સહિત બે જણા ની અટકાયત કર્યાનું પોલિસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર કતવારા પોલિશ સ્ટેશનના જવાબદાર પોલિશ ઇન્સ્પેક્ટર યું એમ ગાવીત પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓ ને સાથે લઇ પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા. તે દરમિયાન તેઓ ને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ તરફ઼ થી એમપી ૧૩ ઝેડ ક્યું -૫૭૦૪ નંબર ની આયશર ગાડી ઇન્દોરથી વિદેશી દારુ નો જથ્થો ભરી વડોદરા જવા નીકળેલ છે. જે બાતમી ના આધારે કતવારા પોલીસ ખંગેલા ચેકપોષ્ટ પર જરૂરી વોચ ગોઠવી પોતાના શિકાર ની રાહ જોતી ઉભી હતી. તે દરમિયાન સાડા બાર વાગ્યા ના સુમારે બાતમીમાં દર્શાવેલ નંબરવાળી આયશર ગાડી નજીક આવતાં જ વોચ માં ઉભેલ કતવારા પોલીસે હાથ વડે ગાડીને ઉભી રાખવાનો ઇશારો કરી ગાડી ઉભી રખાવી ગાડી ને ચારે બાજુથી ઘેરી લીધી હતી. અને ગાડીની તલાસી લઇ ગાડી માંથી ઇંગ્લિશ દારુ ગોવા સ્પીરિટ ઓફ સ્મુથનેશ વિસ્કીના પ્લાસ્ટિકના કવાટરિયા લંડન પ્રાઈડ વિસ્કીના કાચ ના કવાટરિયા, માઉન્ટ બિયર ટીન વગેરે ની રૂપિયા ૩૩ લાખની કુલ કિંમત ની પેટીઓ નંગ -૬૦૦ પકડી પાડી ગાડી ના ચાલક મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના લીબાશ ગામના હરિજન ફળિયાંમાં રહેતાં અમૃતલાલ હીરાલાલ પરમાર તથા ગાડી માં બેઠેલ શિવનારાયણ કમલસિંહ શિવપરિયા ની અટકાયત કરી તેઓ ની પાસે થી રૂપિયા ૧૦ હજાર ના કુલ કિંમત ના બે મોબાઇલ ફોન પકડી પાડી સદર દારૂ – બીયરની હેરાફેરી માં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૨૦ લાખ ની કિંમત ની આયશર ગાડી મળી કુલ રૂપિયા ૫૩,૧૦,૦૦૦/- મુદ્દામાલ કબજે લઈ કતવારા પોલીસે આયશર ગાડી ના ચાલક અમૃતલાલ હિરાલાલ પરમાર તથા તેની સાથે ના શિવનારાયણ કમલસિંહ શિવપરિયા ગાડીમાં ઈન્દોરથી વિદેશી દારુ અને બીયર નો જથ્થો ભરી આપનાર ઈન્દોર ના બંટી ભાઈ યાદવ ( નિલુંભાઈ ) તથા માલ મંગાવનાર વડોદરાના ઈસમ મળી કુલ ચાર જણા વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે