રાહુલ ગારી :- ગરબાડા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાંબુઆ ખાતે P.R.I અંતર્ગત ટીબી મુક્ત ગ્રામ પંચાયત મીટીંગ યોજાય.
ગરબાડા તા. ૧૦
તારીખ 9 જાન્યુઆરી ના રોજ જિલ્લા આરોગ્ય અધીકારી ડૉ ઉદય તિલાવત તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી. પહાડિયાની સુચના મુજબ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ અશોક ડાભીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામ્બુઆ ખાતે પી.આર.આઈ અંતર્ગત ટીબી મુક્ત ગ્રામ પંચાયત , જામ્બુઆ, ગુલબાર ,નીમચ, ગાંગરડા ,સીમલીયા બુઝર્ગ ગામના પંચાયતના તમામ સભ્યો સરપંચ PHC જાબૂઆ ખાતે મીટીંગ રાખવામાં આવી જેમાં ટીબી મુક્ત ગ્રામ પંચાયત કરવા અંગેના તમામ ઇન્ડિકેટર ની જાણકારી પ્રા.આ. કેન્દ્રના મેડિકલ ઓફિસર તથા પી.એચ.સી. સ્ટાફ મળી તમામ સભ્યોને ટીબીના જોખમી દર્દીઓ વિશે પણ સમજાવવામાં આવી તથા તેમને ઝાયડસ હોસ્પીટલમાં દાહોદ ખાતે વઘુ સારવાર તેમજ અન્ય રીપોર્ટ કરાવવા રિફર કરવા માટે પણ તમામ સભ્યોને માહિતી આપવામાં આવી. તેમજ પંચાયતના સભ્યો તથા પી.એચ.સી ના સ્ટાફ મળી સહીયારી કામગીરી કરી કઈ રીતે ઉપરોક્ત ગામોને ટી.બી. મુક્ત કરી શકાય તે વિશે ચર્ચા કરી.