બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકા સરકારી અનાજ ગોડાઉનમાં ડાંગરની ખરીદી કરાતા ખેડૂતો કતારમાં લાગ્યા*
*વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મુકાયા,ગોડાઉન સંચાલકો એ અગમ ચેતીના પગલાં લીધા*
સુખસર,તા.23
સુખસર ફતેપુરા તાલુકાના બારીયાની હાથોડ ખાતે આવેલ સરકારી અનાજ ગોડાઉનમાં હાલ ખેડૂતો દ્વારા ડાંગર વેચાણની કામગીરી ચાલુ થઈ છે.ત્યારે ખેડૂતો ટ્રેક્ટરોમાં ભરી ગોડાઉન ખાતે ડાંગર વેચાણ કરવા આવતા હોય હાલમાં ડાંગર ભરેલા ટ્રેક્ટરોની ગોડાઉન બહાર રસ્તા ઉપર લાંબી કતારો જામે છે.તેવા જ સમયે વાદળછાયુ વાતાવરણ થતાં ડાંગર વેચાણ કરવા આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.જો માવઠાનુ આગમન થાય તો ટ્રેક્ટરોમાં ભરેલી ડાંગર પલળી જતા ખેડૂતોને નુકસાન પહોંચવાની ભીતી સેવાઈ રહી છે.જ્યારે ખેડૂતો પણ જેમ બને તેમ ડાંગર વેચાણનો નંબર વહેલી તકે આવી જાય તેવુ ઇચ્છી રહ્યા છે.ત્યારે ગોડાઉન સંચાલકો પણ કોઈ ખેડૂતની ટ્રેક્ટરમાં ભરેલ ડાંગરને નુકસાન નહીં પહોંચે તેના માટે જેમ બને તેમ ઉતાવળ પણ કરી રહ્યા છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે હાલ ડાંગરનો બજાર ભાવ રૂપિયા 430 છે જ્યારે ગોડાઉન ખાતે ખરીદ કરવામાં આવતી ડાંગરના 460 રૂપિયાના ભાવે 20 કિલો ડાંગર ખરીદ કરવામાં આવી રહી છે હાલ સુધીમાં ગોડાઉન ખાતે અંદાજે 30,000 કટ્ટા ડાંગરની ખરીદી થઈ ચૂકી છે જેમાં પ્રતીક ક્વીન્ટલે રૂપિયા 2,300 ની ગણતરી કરતા અંદાજે રૂપિયા 2.40 કરોડની ખરીદી થઈ હોવાનું જાણવા મળે છે.
જેમ બને તેમ અમો આવેલા ટ્રેક્ટરની ડાંગર મોડા સુધી તોલાવી લઈશું અને માવઠાની અસર અને આગાહીના પગલે અમે ડાંગર બધી ગોડાઉનમાં મુકાવીને અગમચેતીના પગલાં લઈ લીધા છે.કોઈ ખેડૂતને કે ગોડાઉન માં આવેલ ડાંગરને નુકસાન થાય નહીં તેના માટે અમો સજાગ છીએ
*(પંકજ કલાસવા,ગોડાઉન મેનેજર)*