દાહોદ જિલ્લામાં લાંબા સમય બાદ કોરોનાની એન્ટ્રી:દાહોદમાં 2 કોરોના સંક્રમિત કેસો નોંધાયા,..

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં લાંબા સમય બાદ કોરોનાની એન્ટ્રી:દાહોદમાં 2 કોરોના સંક્રમિત કેસો નોંધાયા,

 વર્ષના અંતિમ દિવસે કોરોના બે કેસ નોંધાતા ફફડાટ, સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરોનટાઇન કરાયા 

દાહોદ તા.૩૧

દાહોદ જિલ્લામાં ધીમી ગતિએ કોરોના પગપેસારો કરી રહ્યો છે. આજે બે કોરોના દર્દીઓ પોઝીટીવ આવતાં ૨૦૨૧ના આખરી દીને લોકોમાં કોરોના ભય વચ્ચે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આજના બે પોઝીટીવ કેસો સાથે કુલ એક્ટીવ કેસ ૦૩ થવા પામ્યાં છે અને જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૭૧૪૯ને પાર થઈ ગયો છે.

આજે થર્ટી ફસ્ટ અને ૨૦૨૧ના આખરી દીને દાહોદ જિલ્લામાં કોરોનાએ એક સાથે બે કોરોના પોઝીટીવ કેસોની દસ્તક દેતાં ૩૧ ડિસેમબરની ઉજવણી પહેલા લોકોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. આર.ટી.પી.સી.આર. ના ૮૯૫ પૈકી ૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયાં છે. અગાઉ થોડા દિવસો અગાઉ દુબઈથી આવેલ એક તબીબ યુવતીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેના સંપર્કમાં આવેલ તેના સ્વજનો સહિત અન્ય લોકોને હોમક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં હતાં. આજના બે કોરોના પોઝીટીવ કેસોને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. લગભગ ૨૦૨૨ના આરંભ સાથે કોરોના રૂપી દસ્તકના એંધાણો સાથે આરોગ્ય તંત્ર સુસજ્જ થઈ કમર કસી લીધી છે. અગમચેતીના ભાગરૂપે દાહોદ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં બેડોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. કોરોના રૂપી વાઈરલ વચ્ચે આવનાર નવું વર્ષ કેવું રહેશે તે તો સમયજ કહેશે.

———————

Share This Article