![બોરીયાલા ગામ પંચાયત નું વિભાજન કરવા માટે ગ્રામ લોકોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું.](https://dahodlive.com/wp-content/uploads/2024/12/IMG-20241212-WA0031-770x377.jpg)
બોરીયાલા ગામ પંચાયત નું વિભાજન કરવા માટે ગ્રામ લોકોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું.
દાહોદ તા. ૧૧
આજે તારીખ 12 ડિસેમ્બરના રોજ બપોરના 12:00 કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે બોરીયાલા ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતનું પોલીસના બંદોબસ્ત વચ્ચે ગ્રામસભા યોજી ને વસ્તીના ધોરણે વિભાજન કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીના ત્રણ વર્ષ મહિલા સરપંચને પુરા થવા છતાં નાની બોરીયાળી ફળિયામાં કોઈ ગરીબોના નવીન આવાસ મંજુર થયા નથી હાપેશ્વર જળ શે નળ યોજના પીવાના પાણીના કનેક્શન બાકી છે પીવાનું પાણી ગામ લોકોને મળતું નથી પીવાના પાણી માટે બોર કે હડપમ્પનું કામ કરે નથી અને કોઈ નવીન રોડ રસ્તાઓનો પણ કામ કરેલ નથી તેમ જ સરકાર દ્વારા એક કરોડ જેટલી વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે તો પણ ગામ લોકો સરકારની યોજનાઓથી વંચિત છે તે બાબતે તારીખે 30 ડિસેમ્બર ના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગ્રામસભા યોજીને વિભાજન કરવામાં આવે તેવી માંગણી અને લાગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું.