રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ગ્રામ પંચાયત ઉપર ઉપવાસ પર બેઠેલા સફાઈ કામદારોની હડતાલ સમેટાઇ.
ગરબાડા તા. ૯
ગરબાડા ગ્રામ પંચાયતની આગળ છેલ્લા ત્રણ દિવસ સુધી લઘુતમ વેતન માટે હડતાલ કરીને બેઠેલા સફાઈ કામદારોની આજે ગ્રામ પંચાયત ખાતે સમાધાન થતાં તેઓને હડતાલ સમેટાઈ હતી જેમાં ગ્રામ પંચાયત દ્વારા આગામી એક એપ્રિલ થી તેઓને લઘુતમ વેતન કરી આપવા માટેના પ્રયાસોની બાંહેધરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગરબાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સફાઈ કામદારો હડતાલ ઉપર બેઠા હતા અને ગ્રામ પંચાયત દ્વારા તેઓની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો પરંતુ તેનો નિકાલ ન આવતા 16 જેટલા સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા હતા પરંતુ સફાઈ કામદારો લઘુતમ વેતનના મુદ્દાને લઈને અડગ હતા અને હડતાલ ચાલુ રાખી હતી જેમાં આજે ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયતના વહીવટદાર તલાટી તેમજ વાલ્મિકી સમાજના ગુજરાતના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને સમાધાનનો નિકાલ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા અને હડતાલ પર બેઠેલા સફાઈ કર્મીઓને લઘુતમ વેતન માટેની માંગણી ને ધ્યાનમાં લઈને સમાધાન કર્યું હતું