Thursday, 26/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના પટીસરામાં બે દિવસથી ગુમ 40 વર્ષીય યુવાનનો મૃતદેહ ખેતરના પાળા પાસેથી મળી આવ્યો*

December 9, 2024
        2217
ફતેપુરા તાલુકાના પટીસરામાં બે દિવસથી ગુમ 40 વર્ષીય યુવાનનો મૃતદેહ ખેતરના પાળા પાસેથી મળી આવ્યો*

બાબુ સોલંકી :-સુખસર 

*ફતેપુરા તાલુકાના પટીસરામાં બે દિવસથી ગુમ 40 વર્ષીય યુવાનનો મૃતદેહ ખેતરના પાળા પાસેથી મળી આવ્યો*

*મૃતક યુવાન નિયમિત દારૂનું સેવન કરતો હોય ખેતરના પાળા ઉપરથી પડી જતા મોત નીપજયું હોવા બાબતે સુખસર પોલીસમાં નોંધ કરાઇ*

સુખસર,તા.9

ફતેપુરા તાલુકાના પટીસરા ગામે ગત બે દિવસથી લાપત્તા યુવાનની પોતાના ખેતરના પાળા પાસેથી લાશ મળી આવતા સુખસર પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ ઉપર પહોંચી લાશનો કબજો મેળવી સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી આપી હતી.

       જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના પાટીસરા ગામના નવાઘરા ફળિયામાં રહેતા દિનેશભાઈ છગનભાઈ ગરાસીયા( ઉંમર વર્ષ 40 ) નાઓ ખેતીવાડી તથા છૂટક મજૂરી કામ ધંધો કરી ગુજરાત ચલાવતા હતા. જેઓના લગ્ન ઢઢેલા ગામે થયેલા હતા. અને તેઓને ત્રણ સંતાનો છે.પરંતુ પતિ સહિત બાળકોને છોડી પત્ની અન્ય જગ્યાએ ઘર કરી લીધેલ હતું.જ્યારે સંતાનો મૃતક દિનેશભાઈના મોટાભાઈ પાસે રહેતા હતા. તેમજ મૃતક યુવાન દારૂના વ્યસની હોય અને ગત બે દિવસથી દિનેશભાઈ ઘરેથી ક્યાંક નીકળી ગયેલ હતા.ત્યારબાદ રવિવારના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ખેતરના આમલીવાળા ખેતરના પાળા ઉપરથી ભેખડ નીચે પડેલા જોવા મળ્યા હતા.અને તપાસ કરતા મરણ હાલતમાં મળી આવ્યા હતા. જેની જાણ આજરોજ સુખસર પોલીસને કરતા સુખસર પોલીસે સ્થળ ઉપર જઈ જોતા મૃતક યુવાનની જમણી આંખનો ડોળો તથા નાક અને કાન તથા હોઠને કોઈ જીવજંતુ કે જાનવર દ્વારા કોતરી ખાઈ ગયેલ હોવા તથા 

બરડાના ભાગે ઉઝરડાના કાળા નિશાન પડેલા જોવા મળેલ હોવા બાબતે સુખસર પોલીસમાં આકસ્મિક મોત અન્વયે નોંધ કરવામાં આવેલ છે.

         સુખસર સી.એચ.સી માં લાશનું પી.એમ કરવામાં આવ્યું હતું.જેમાં પી.એમ કરનાર તબીબ સાથે વાત કરતા મૃતકને માથામાં તથા શરીરે ઇજાઓના કારણે મોત નીપજેલ હોવાનું પ્રાથમિક કારણ જોવા મળ્યું હોવાનું જાણવા મળે છે. 

         ઉપરોક્ત બાબતે મૃતક દિનેશભાઈના મોટા મોટાભાઈ રમેશભાઈ છગનભાઈ ગરાસીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આકસ્મિક મોત અન્વયે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!