રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ગ્રામ પંચાયત પર હડતાલ પર બેઠેલા 16 જેટલા સફાઈ કામદારોને છુટા કરાયા
ગરબાડા તા. ૬
આજે તારીખ 6 ડિસેમ્બરના રોજ ગરબાડા ગ્રામ પંચાયતની આગળ સફાઈ કામદારોની માંગણીઓ ન સંતોષતા તેઓ ગાંધી વિદ્યા માર્ગે વાલ્મિકી સમાજ ગુજરાત સંગઠન દ્વારા પ્રતીક ઉપવાસ પર આંદોલન બેઠા હતા જે બાબતને ધ્યાનમાં લઈને ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા એક ખાસસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગરબાડા ગ્રામ પંચાયતમાં તદ્દનભિન્ન હંગામી પાર્ટ ટાઈમ કામ કરતા સફાઈ કામદારો દ્વારા તેમના પગાર વધારાની માંગણીઓને લઈ હાલમાં હડતાલ પર ઉતરી ગયા હોવાથી ગરબાડા નગરમાં સફાઈ કામગીરી બંધ કરી દેવામાં આવી છે ગરબાડા નગરમાં મેન બજાર ઘાંચીવાડ બસ સ્ટેશન જેવા બજાર વિસ્તાર આવેલ છે તથા સાફ-સફાઈ કર્મચારીઓ દ્વારા ઘણા લાંબા સમયથી તેમની મરજી મુજબ કામ કરે છે તેમજ ગામ લોકો અને વહીવટદારોની સફાઈ અંગેની રજૂઆતો પણ સાંભળતા નથી જેમાં આજે ગ્રામ પંચાયતના વહીવટદાર જોડે હડતાલ અંગે વાર્તાલાપ કરતા તેમને આપવામાં આવતા માનસિક પગારમાં પણ રૂપિયા 1000 નો વધારો કરતા તેઓએ સ્વીકાર ન કરાતા અને તેઓને મનમાંની કરીને હડતાલ ન સમેટતા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ખાસ સામાન્ય સભામાં સફાઈ કામ કરતા 16 જેટલા સફાઈ કામદારોને એક તરફી છૂટા કરવાનો સર્વ અનુમતિએ નિર્ણય લેવામાં આવ્યો હતો.