સિંગવડ તાલુકા શાળા ખાતે 3જી ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ…
સીંગવડ તા. ૩
આજ રોજ તારીખ ૦૩.૧૨.૨૦૨૪ને મંગળવારના રોજ સવારે 10:00 કલાકે વિશ્વ વિકલાંગ દિવસની રેલી બી.આર.સી ભવન સીંગવડ તાલુકા શાળા ખાતેથી રેલીનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં બી.આર.સી કો – ઓર્ડીનેટર સામજીભાઈ કામોળ ના હસ્તે લીલી ઝંડી આપી વિશ્વ વિકલાંગ દિનની રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. તેમાં સી.આર.સી કો-ઓર્ડીનેટર અમરસિંહ જી વણકર, તાલુકા શાળા આચાર્ય નરવતભાઈ ભાભોર, IEDSS સ્ટાફ,શાળા સ્ટાફ,શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો, શાળાના વિદ્યાર્થી ઓ તેમજ તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓએ રેલીમાં ભાગ લીધો અને (મંડેર)ક્લસ્ટરના સી આર સી કો અરવિંદભાઈ કિશોરી દ્વારા વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે દિવ્યાંગ બાળકો તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને સમાજમાં સાથે રહી અને સામાજિક રીતરિવાજ સાથે સુમેળથી વ્યવહારિક રીતે અનુસરવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. બી.આર.સી કો – ઓર્ડીનેટર દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું તેમજ આઇ.ઇ..ડી.એસ.એસ શિક્ષક
મહેન્દ્રભાઈ પરમાર દ્વારા દિવ્યાંગોને મળનાર વિવિધ યોજનાઓનો માહિતી વિસ્તૃતમાં આપવામાં આવી જેમાં સંત સૂરદાસ યોજનાની પાત્રતા, બસ પાસ મેળવવા માટેની જરૂરી પ્રક્રિયા, તેમાં સરકાર દ્વારા યોજવામાં આવેલ વિવિધ સાધન સહાય વિતરણ કેમ્પો, દિવ્યાંગતાનું મેડિકલ સર્ટિફિકેટ મેળવવા લક્ષી પ્રોસેસ અને તેના માટેના જરૂરી ડોક્યુમેન્ટ વિશેની માહિતી આપવામાં આવી સરકારશ્રી તરફથી મળતા વિવિઘ અન્ય લાભો અને વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી. દરેક દિવ્યાંગ બાળકો,વાલીઓ,શાળાના બાળકો માટે નાસ્તાનુ આયોજન કરવામાં આવી છે