રાજેશ વસાવે :- દાહોદ
પોલીસે બંને આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળો પર ફોટા સાથેની નોટિસ ચોંટાડી.
દાહોદના નકલી એને પ્રકરણમાં શરૂઆતથી જ વોન્ટેડ રામુ પંજાબી- કુતબી રાવતને ભાગેડુ જાહેર કરી કલમ 82 મુજબ નોટિસ ફટકારતું કોર્ટ..
નોટિસમાં આપેલ મુદત પર બંને આરોપીઓ હાજર નહીં થાય તો મિલકત જપ્તી લેવા માટે કાર્યવાહી થશે :- જગદીશ ભંડારી ડિ.વાય.એસ.પી દાહોદ.
દાહોદ તા.22
દાહોદના બહુચર્ચિત નકલી NA ઓર્ડર ના કૌભાંડમાં પ્રથમથી જ સંડોવાયેલ અને જેઓ સામે બબ્બે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.તેવા બે આરોપીઓને આખરે આજે નામદાર કોર્ટે ભાગેડું જાહેર કરતા અને તેઓ સામે સીઆરપીસી કલમ 82 મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરી આગામી એક મહિનામાં કોર્ટ સમક્ષ હાજર ન થાય તો તેઓ સામે સીઆરપીસી 83 મુજબ મિલકત ટાંચ જેવી કલમ અનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવનાર જણાવતા શહેરભરમાં ખળભલાટ નથી જવા પામ્યો છે.આજે દાહોદ પોલીસે ભાગેડુ બંને આરોપીના ઘરે જાહેરનામાની નકલ ચોંટાડી તેઓના સગાસંબંધીઓને જાણ કરી હતી તો શહેરના સાર્વજનિક સ્થળોએ પણ બંને ભાગેડુ આરોપીઓના ફોટા સહિત નોટિસ ચોટાડ્યા હતા.
દાહોદ શહેરના નકલી NA કૌભાંડમાં હાલ સુધી પોલીસ પકડથી દૂર રહેલા અને જેને લઈને અનેક અફવાઓએ જન્મ લીધા છે.તેવા બે આરોપીઓ પૈકી કુદ્બુદ્દીન નુરૂદ્દીન રાવત તથા રામકુવર સેવકરામ પંજાબી ને આજે નામદાર કોર્ટે ભાગેડુ જાહેર કર્યા હતા. અને તેઓ સામે સીઆરપીસી 82 મુજબ કાર્યવાહી કરી તેઓને આગામી 20.12.24 એટલે કે 20 મી ડિસેમ્બર સુધીમાં કોર્ટ સમક્ષ અથવા તપાસ કરનાર અમલદાર સમક્ષ હાજર થવા જણાવાયું છે. ઉપરોક્ત જાહેરનામું આજરોજ દાહોદ પોલીસે કુદ્બુદ્દીન રાવત અને રામુ પંજાબીના મકાન ઉપર પંચો રૂબરૂ ચોટાડી માઇક દ્વારા દાંડીપીટી જાહેરાત કરી હતી એટલું જ નહીં શહેરના સાર્વજનિક સ્થળો પર પણ આ બંને આરોપીઓ સામેના જાહેરનામા ચોટાડવામાં આવ્યા હતા. ફોટા સહિત ચોટાડવામાં આવેલા જાહેરનામા વાંચવા લોકોના ટોળા વળ્યા હતા. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે રામકુમાર પંજાબી અને કુતુંબુદ્દીન રાવતે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન પણ લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કોર્ટે બંને આરોપીના આગોતરા જામીન ના મંજૂર કર્યા હતા.જોકે બંને આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચાઓ વચ્ચે આજરોજ દાહોદ પોલીસે સીઆરપીસી 82 મુજબની કાર્યવાહી કરતા શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જો આગામી 20 ડિસેમ્બર સુધીમાં બંને આરોપી હાજર થાય છે કે કેમ તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે નકલી NA કૌભાંડમાં હજી દાહોદ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ ચાલી રહી છે તેવા સમયે પ્રથમ દિવસથી જ પોલીસ પકડથી દૂર અને હાલ નામદાર કોર્ટે જેઓને ભાગેડુ જાહેર કર્યા છે. તે બન્ને આરોપી જો હાજર થશે તો સમગ્ર પ્રકરણમાં કયા પ્રકારનો વળાંક આવશે તે પણ હવે જોવું રહ્યું..?