પીપલોદ જૂની ફાટક 28 નંબર રેલવે ટ્રેક પર થી આવા જવાના વર્ષો જૂના રસ્તા ને રેલવે તંત્ર દ્વારા બંધ કરાયેલો રસ્તો ખુલ્લો કરાયો..
દાહોદ તા.૨૧
પિપલોદ રેલવે તંત્ર દ્વારા થોડાક સમય પહેલા જૂના રેલવે ફાટક 28 ઉપર આવવા જવા રેલવે ટ્રેક ઓળંગીને આવું જવું પડતું હતું તે રેલવે ટ્રેકના બંને બાજુથી આવવા જવાના રસ્તા ને રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યારે લોકો દ્વારા સાંસદ જશવંતસિંહ ભાભોર તથા રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ ને રજૂઆત કરવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈને ગુજરાત મિત્ર પેપર માં સમાચાર છાપવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈ થોડાક દિવસ પહેલા સાંસદ જશવંતસિંહ ભાભોર તથા રેલ્વે અધિકારીઓ દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જ્યાં સુધી આ રેલ્વે ટ્રેક પર FOB નહીં બનાવવામાં આવે ત્યાં સુધી આ રસ્તો ખુલ્લો કરવા માટે રેલવે તંત્રના અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. જ્યારે મુસાફરો તથા વિદ્યાર્થીઓ પણ માંગણી છે કે આ રેલ ટ્રેક પર FOB વહેલી તકે બનાવવામાં આવે તો આ રેલવે ટ્રેક ઓળંગીને આવું જવું નહીં પડે અને એકસીડન્ટ થતા અટકી શકે તેમ છે જ્યારે આ રેલવે તંત્ર દ્વારા જે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તે ખુલ્લો થઈ જતા મુસાફરો તથા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી અને વિદ્યાર્થીઓ તથા મુસાફરોની પણ એવી માંગણી છે કે તેમને વહેલી તકે FOB બનાવી આપવામાં આવે તેવી સાંસદ જશવંતસિંહ ભાભોર તથા રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ પાસે રજૂઆત કરવામાં આવી હતી .