રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદમાં અધિક નિયામકશ્રી (જાહેર આરોગ્ય )ડૉ નીલમ પટેલ અને અધિક નિયામકશ્રી (પરિવાર કલ્યાણ) ડૉ નયન જાની દ્વારા આરોગ્યની સમીક્ષા બેઠક યોજાઈ*
દાહોદ તા. ૨૧
દાહોદ જિલ્લામાં ગાંધીનગરના અધિક નિયામક (જાહેર આરોગ્ય) શ્રી ડૉ નીલમ પટેલ તથા અધિક નિયામક (પરિવાર કલ્યાણ) શ્રી ડૉ નયન જાનીના અધ્યક્ષસ્થાને આરોગ્યના વિવિધ પ્રોગ્રામનો રીવ્યુ કરવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટીલાવત એ પુષ્પ ગુચ્છ આપીને સ્વાગત કર્યું હતુ. સમીક્ષા બેઠકમાં માતા મરણ, બાળ મરણ, પાણી જન્ય રોગો, ચેપી રોગો, રસીકરણ અને ડાયાબીટીસ, હાઈપરટનેશન, ટીબી, લેપ્રસી અને કુટુંબ કલ્યાણ જેવા પ્રોગ્રામ પર ખૂબ જ ધ્યાન આપવા માટે તમામ મેડિકલ ઓફિસરને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં ગાંધીનગરથી આવેલ અધિક નિયામકશ્રી ડૉ નીલમ પટેલ અને ડૉ નયન જાની દ્વારા આરોગ્યની યોજનાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્યની યોજનાનો લાભ તમામ લાભાર્થીને મળે તે માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટીલાવત, ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના CEO ડૉ સંજય કુમાર, CDMO શ્રી, જિલ્લા રક્તપિત અઘિકારીશ્રી, એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી, QAMO શ્રી, જિલ્લા મલેરીયા અધિકારીશ્રી, તમામ અધિક્ષકશ્રી, તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, તમામ મેડિકલ ઓફિસરશ્રી અને જિલ્લાના તમામ ઓફિસર અને કમૅચારીઓ હાજર રહ્યા હતા.
૦૦૦