Thursday, 21/11/2024
Dark Mode

ગરબાડામાં પાણી પુરવઠા જૂથ યોજનાના લેબર કોન્ટ્રાકટર ને આર્યાવર્ત ઇન્ફ્રાસ્ટકચર કંપનીએ કામ કરાવી નાણાં ના ચૂકવી છેતરપિંડી કરી…

November 16, 2024
        1508
ગરબાડામાં પાણી પુરવઠા જૂથ યોજનાના લેબર કોન્ટ્રાકટર ને આર્યાવર્ત ઇન્ફ્રાસ્ટકચર કંપનીએ કામ કરાવી નાણાં ના ચૂકવી છેતરપિંડી કરી…

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડામાં પાણી પુરવઠા જૂથ યોજનાના લેબર કોન્ટ્રાકટર ને આર્યાવર્ત ઇન્ફ્રાસ્ટકચર કંપનીએ કામ કરાવી નાણાં ના ચૂકવી છેતરપિંડી કરી…

નાણાં ન ચૂકવતાં આર્થિક રીતે ત્રસ્ત લેબર કોન્ટ્રાકટર દ્વારા બિલ નું ચુકવણી ના કરે તો ટૂંક સમયમાં પોલીસ મથકે આત્મવિલોપન કરશે તેવી ચીમકી.

ગરબાડા તા. ૧૬

ગરબાડામાં પાણી પુરવઠા જૂથ યોજનાના લેબર કોન્ટ્રાકટર ને આર્યાવર્ત ઇન્ફ્રાસ્ટકચર કંપનીએ કામ કરાવી નાણાં ના ચૂકવી છેતરપિંડી કરી...

સરકાર દ્વારા શરૂ કરાયેલ પાણી પુરવઠાની જૂથ યોજનાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગરબાડા તાલુકામાં AARYAVARAT INFRASTUCTER PVT.LTD દ્વારા ગરબાડા, ભિલવા, ગુંગરડી,ખારવા,ભિલોઈ તથા નવા ફળિયા ગામે નલ સે જલ યોજના અંતર્ગત પાઇપ લાઈનનું ખોદ કામ તથા પાઇપ ફિટીગનું કામ ગરબાડા ગામના લેબર કોન્ટ્રાકટર રતનભાઈ બદિયાભાઈ ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું જેનું કુલ લેબર બિલ 8,27,320 રૂપિયા થયું હતું જેમાંથી તેમને 3,66,000 રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું હતું અન્ય બાકી રહેલ રકમ ના ચેક હરદેવ કન્સ્ટ્રકશન ના માલિક ઉર્વીશભાઈ દ્વારા આપવામાં આવ્યા હતા જે ચેક ખાતામાં રૂપિયા ના હોવાના કારણે ચેક બાઉન્સ થવા પામ્યા હતા જે બાદ રતનભાઇ એ કામગીરી બંધ કરી દીધી હતી ત્યારબાદ કંપનીના મેનેજર રાકેશ ચૌધરી તથા હરદેવ કંપની ના માલિક ઉર્વીશભાઈ દ્વારા રૂપિયાનું ચુકવણું કરી દેવાની ખાતરી આપી વધુ કામ કરાવી લીધું હતું પરંતુ લેબર કોન્ટ્રાકટર રતનભાઈ ને ચુકવણું કરવામાં ના આવતા તેના માથે ચિંતાનું આભ તુટી પડ્યું હતું માટે આર્થિક રીતે ત્રસ્ત ગરબાડા ના લેબર કોન્ટ્રાકટર રતનભાઈ દ્વારા જો વહેલી તકે તેમના કામનું ચુકવણું નહિ કરાય તો ટૂંક સમયમાં આ કંપની તેમજ હરદેવ કંસ્ટ્રક્ટશનના માલિક ઉર્વીશભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે તેમ છતાં જો કોઈ નિર્ણય નહીં આવે તો ગરબાડા પોલીસ મથકમાં જઈ આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

ત્યારે આ કંપની દ્વારા ગરબાડા,ખારવા, ભિલવા,ભિલોઇ ગામે કામગીરી ગોકળ ગતિએ કરવામાં આવી રહી છે તેમજ પાણીના ટાંકા પણ અધૂરા મૂકી દેતા કામ ખોરંભે પડ્યું છે તથા જે પાઇપ નાખવામાં આવે છે તે જ્યાં ત્યાં ફેંકેલી હાલતમાં જોવા મળી રહી છે અને જે જગ્યાએ મૂકવામાં આવી છે તેનું પણ ભાડું ચૂકવવામાં આવ્યું નથી તેમ જાણવા મળી રહ્યું છે તથા આ જગ્યાએ કોઈ ચોકીદાર પણ રાખવામાં આવ્યો નથી જેના કારણે પાઇપ પણ ચોરાય જવાની શકયતાઓ છે આમ આ કંપની દ્વારા કામોમાં બેદરકારી પણ દાખવતા હોવાનું જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!