બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે આનંદ આરતી અને સત્સંગ સમારોહ યોજાયો*
*સૌરાષ્ટ્રના સંત પ.પુ ચરણદાસ બાપુના દર્શન માટે ભક્તો ઉમટ્યા*
*ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ઉપસ્થિત તમામ સંતો મહંતોને શાલ ઓઢાડી ભેટ આપી સન્માન કર્યું*
*આ કાર્યક્રમ માં મંત્રી કુબેરભાઈ ડિંડોર, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા, જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર, ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા*
સુખસર,તા.10
ફતેપુરા તાલુકાના ભોજેલાં ગામે શ્રી સદગુરુ કબીર સાહેબ સેવા સમિતિ પંચમહાલ દાહોદ મહીસાગર આયોજીત ત્રિ દિવસીય સત્સંગ સમારોહ અને આનંદ આરતી નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો એ ઉપસ્થિત રહી દર્શન નો લહાવો લીધો હતો. પૂર્ણાહુતિ પ્રસંગે કાર્યક્રમ માં મંત્રી કુબેરભાઈ ડિંડોર, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા, જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયાર, ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
ફતેપુરા તાલુકાના ભોજેલાં ગામે શ્રી સદગુરુ કબીર સાહેબ સેવા સમિતિ પંચમહાલ દાહોદ મહીસાગર આયોજીત ત્રિ દિવસીય સત્સંગ સમારોહ અને આનંદ આરતી નો કાર્યક્રમ યોજાયો હતો. સૌરાષ્ટ્ર ના લીંબડી ના સંત પ.પુ ચરણદાસ બાપુ ના દર્શન માટે ભક્તો ઉમટી પડયા હતા. પ્રથમ દિવસે આ વિસ્તાર માં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બીજા દિવસે સંત્સંગ કાર્યક્રમ અને ડાયરો ભજન નો કાર્યક્રમ યોજાયો હતો. ત્રીજા દિવસે પૂર્ણાહુતિ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ સંતો મહંતો નું ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત પરિવાર દ્વારા શાલ ઓઢાડી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી કુબેર ભાઈ ડિંડોર સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલિયર્ પણ પૂજ્ય ચરણધાસ બાપુ ના આશીર્વાદ લીધા હતા.
વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભક્તોને સત્સંગના અમૃત વચનોનો અમૂલ્ય બોધ આપતાં પૂ.ચરણદાસ બાપુ એ જણાવ્યું કે દેહના ભાવ છે ત્યાં સુધી ભક્તિના ભાવ છેટા છે. એ નક્કી કરવું પડે કે હું કોણ છું?ક્યાંથી થયો છું? મારું ખરું શું સ્વરૂપ શું છે એ ઓળખીએ અને આત્મકલ્યાણ માર્ગે વળીએ ત્યાં ઠરીએ અને જ શાશ્વત આનંદની અનુભૂતિ કરીએ
ભક્તિમાં આત્મા કરતા આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે આત્મા તો પરમાત્માના લોકોમાંથી આવે છે. અમર લોકોમાંથી આવે છે.
મહાપુરુષોનો તો એક જ સિદ્ધાંત છે ઠરો,શાંતિ પામો,આત્માઓ છો એક સૂર્ય જેમ આખા વિશ્વને પ્રકાશ આપે છે.એમ એક આત્મા આપણા બધામાં બેઠો છે એ વિસારવું નહિ.
ત્યારબાદ રાત્રી ના સમયે આનંદ આરતી નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભક્તો એ આનંદ આરતી ના દર્શન નો લહાવો લીધો હતો.