આર્મી જવાનનનું ઝારખંડ ખાતે ફરજ દરમિયાન મોત: સમગ્ર ગામ હિબકે ચડ્યો..  શહીદ જવાનને વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવી..

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

આર્મી જવાનનનું ઝારખંડ ખાતે ફરજ દરમિયાન મોત: સમગ્ર ગામ હિબકે ચડ્યો..

શહીદ જવાનને વતન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવી..

ગરબાડામાં શહીદ જવાનના માનમાં શહીદ સન્માન યાત્રા કાઢવામાં આવી..

દાહોદ તા. 06

ગરબાડાના ઝરી કળસીયા ગામના રાકેશભાઈ કનુભાઈ માવી કે જેઓ સી.આર.પી.એફમાં કોબ્રા કમાન્ડો તરીકે ઝારખંડમાં ફરજ બજાવતા હતા. રાકેશભાઈ કનુભાઈ માવી 5 નવેમ્બર 2024 ના રોજ ઝારખંડ ખાતે ફરજ દરમ્યાન શહીદ થતાં આજે તેમના પાર્થિવ દેહને સન્માન સાથે તેમના વતન ગરબાડા ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં ભારત માતાની રક્ષા કાજે પ્રાણની આહુતી આપનાર મૃતક જવાન રાકેશભાઈ કનુભાઈ માવી, ઝારખંડ ખાતે પોતાની ફરજ દરમિયાન શહીદ થતાં તેમના પરિવાર સહિત ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.અને તેમના પાર્થિવ દેહને માદરે વતન ગરબાડા ખાતે લાવ્યા બાદ,ગરબાડાથી તેમના ઘરે ઝરી કળસીયા ખાતે લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન શહીદ જવાન રાકેશભાઈ માવિના માન માં ગરબાડા નગરમાં શહીદ સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

અને શહીદ જવાન રાકેશભાઈ માવીને શ્રદ્ધાંજલિ આપી હતી.શહીદ રાકેશભાઈના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રાકેશભાઈ માવીના પાર્થિવ દેહ સાથે આવેલા સીઆરપીએફના જવાનોએ શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી, ભારત માતા કી જય ના નારા સાથે શહીદ જવાનને સન્માન સાથે અંતિમ વિદાઈ આપી હતી. અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, અને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

Share This Article