
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાનાં નઢેલાવ ગામે બે ખેતરોમાંથી એક જ રાતમાં મોટર અને વાયરોની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા…
ગરબાડા તા. ૨૨
ગરબાડા ના નઢેલાઓ ગામે કાંગણી ફળિયામાં રહેતા સુરેશભાઈ દિતાભાઈ ડામોર તેમજ ગનિયાભાઈ તેરીયાભાઈ ડામોરની ખેતરમાં બોરમાની સબમર્શીયલ મોટર ની ચોરી થઈ હતી આ બાબતે બંને ખેડૂતો દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ.એમ રામીએ તેમ જ પોલીસ સ્ટાફે ગંભીરતાથી લઈને એક્શન મોડ માં આવી અને ચોરોને ઝડપી પાડવા માટે આજુબાજુ વિસ્તારમાં ચક્ર ગતિમાન કર્યા હતા ત્યારે જેસાવાડા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ચોરી થયેલી મોટરો રીક્ષા મારફતે જેસાવાડા બજારમાં અનાર છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અનેસબમર્શીયલ મોટર સાથે બે આરોપીને ઝડપી પાડી તેઓની પાસેથી સબમર્શીયલ મોટર નંગ 2 કિંમત રૂપિયા 20,000 તથા ₹150 ફૂટ કાળા કલરની પાઇપ કિંમત રૂપિયા 1000 અને બંને આરોપીઓ પાસેથી પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો હતો જેમાં પોલીસે આરોપી હરેશભાઈ સમસુભાઈ મેડા કમલેશભાઈ હીમસિંગભાઈ ગુડીયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સામે ગુનો નોંધી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.