લો બોલો દીવા તળે અંધારૂ જેવો ઘાટ..!! સાંસદના વિસ્તારમાં નળ-સે-જલ યોજના ફારસરુપ સાબિત થઈ.

Editor Dahod Live
2 Min Read

લો બોલો દીવા તળે અંધારૂ જેવો ઘાટ..!! સાંસદના વિસ્તારમાં નળ-સે-જલ યોજના ફારસરુપ સાબિત થઈ.

સિંગવડ નગરના નલ સે જલ યોજનાના પાણીથી અમુક ફળિયા વંચિત.                         

સીંગવડ તા. ૧૫

સિંગવડ તાલુકાના સિંગવડ નગરના નલ સે જલ યોજના માટે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા લોકોના ઘરે-ઘરે પાણી પહોંચાડવા  માટે કટિબંધ છે ત્યારે સિંગવડ નગરના બિલવાળ ફળિયામાં જે નલ સેજલ યોજનાના પાણી મળવા જોઈએ તે  મળ્યા જ નથી જેને લીધે ત્યાંના લોકોને હેડ પંપ કે કુવાનો સહારો લઈને પોતાના પાણી ની વ્યવસ્થા કરવી પડતી હોય છે જ્યારે આ ફળિયામાં એક 60 હજાર લિટરની ટાંકી પણ બનાવવામાં આવી છે પરંતુ આ ટાંકી માંથી પાણી એક જ વખત ચાલુ કરવામાં આવ્યું હતું  તેના લીધે ત્યાં ની નલ શે જળ યોજના ની પાઇપો ફાટી જતા પાઇપોને રીપેરીંગ કરવામાં નહીં આવતા બિલવાળ ફળિયાના લોકોને  નલ શે જળ યોજના ના લાભથી વંચિત રહ્યા છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા પાણી લોકોના ઘરે ઘરે પહોંચાડવા કટિબંધ હોવા છતાં આજ ફળિયાના ઘરોમાં પાણી  પહોંચ્યા જ નથી જ્યારે નલ સે જલ યોજના ના કોન્ટ્રાક્ટરો દ્વારા પાણીની પાઇપ લાઈનો નાખી તે બિલકુલ તકલાદી નાખતા તેનામાં વેઠ ઉતારી હોય તેમ લોકોમાં ચર્ચા નો વિષય બનવા પામ્યો છે જ્યારે નલ સે જલ યોજનાના પાણી નથી પહોંચ્યા તેવી વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ ફળિયામાં પાણી પહોંચ્યું જ નથી જ્યારે  કોન્ટ્રાક્ટર દ્વારા નલ સે જલ યોજના માં પણ પાઇપલાઇનનો બોગસ નાખવાથી આ પાણી લોકોના ઘરો સુધી  નળ શે જળ યોજના ના પાણી પહોંચ્યા જ નથી જ્યારે સરકાર દ્વારા જ્યાં દેખો ત્યાં યોજનાના પાણી ઘરે-ઘરે પહોંચી ગયા તેની વાતો કરે છે ત્યારે આ સિંગવડ નગરના બીલવાળ ફળિયામાં હજુ સુધી પાણી કેમ નથી પહોંચ્યું તે લોકોમાં ચર્ચા ચાલી રહી છે અને લોકો નલ સેજલ યોજનાના પાણીથી વંચિત રહ્યા છે શું તેમને પાણી મળશે ખરું તે એક સવાલ ઉભો થયો છે.

Share This Article