દાહોદ શહેરમાંથી ૧૩ વર્ષની સગીરાનું પત્ની તરીકે રાખવા અપહરણ..

Editor Dahod Live
1 Min Read

દાહોદ શહેરમાંથી ૧૩ વર્ષની સગીરાનું પત્ની તરીકે રાખવા અપહરણ..

દાહોદ તા.૨૦

દાહોદ શહેરમાંથી એક ૧૩ વર્ષીય સગીરાને એક યુવક દ્વારા પત્નિ તરીકે રાખવા સારૂં સગીરાનું અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધવવા પામી છે.

ગત તા.૧૮મી ડિસેમ્બરના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રહેતો રોબીન બારીયા નામક યુવકે દાહોદ શહેરમાં રહેતી એક ૧૩ વર્ષીય સગીરાને પ્રેમની જાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી, પટાવી ફોસલાવી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————–

Share This Article