સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ને નવી 108 એમ્બ્યુલન્સ ફાળવવા માં આવી.

Editor Dahod Live
1 Min Read

સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ને નવી 108 એમ્બ્યુલન્સ ફાળવવા માં આવી.

દાહોદ તા. ૫

 દાહોદ જિલ્લામાં જે ત્રણ 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી તેમાંથી સિંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ તારીખ 5/10/2024 ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સિંગવડ ને નવી 108 એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવી. મળતી માહિતી મુજબ આગળ આપેલ એમ્બ્યુલન્સ જૂની થતાં તેની જગ્યાએ તાત્કાલિક ધોરણે આ નવી એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવી. જેમાં આધુનિક ઉપકારણો,કેમેરા, ઓક્સિજન ની સુવિધાઓ ઉપલબ્ધ છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર સીંગવડ સ્ટાફ સાથે 108 ના સ્ટાફ અને પૂર્વ મેડિકલ ઓફિસર ડૉ નિલેશ સેલોત દ્વારા શ્રીફળ વધેરી આરતી પૂજા કરી અને રીબીન કાપી એમ્બ્યુલન્સ ને વધાવવામાં આવી. વિસ્તાર ના લોકો માટે આપતકાલીન પરિસ્થિતિ માં  108 એમ્બ્યુલન્સ ખુબ જ મદદરૂપ થશે.

 

Share This Article