સંજેલી તાલુકાના વસવાડી ધામ ખાતે ભાદરવી પૂનમ ત્રીદિવસીય મહોત્સવ 2024ની ઉજવણી કરાઈ.
તાલુકાની આજુબાજુના ગામોમાં થી વિશાળ સમુદાયમાં ભક્તો પોતાની ભજન મંડળીઓ સાથે લઈ હાજર રહ્યા.
સામાજિક કુરિવાજો નાબૂદી, માનગઢ હત્યાકાંડ, અંધશ્રદ્ધા માંથી બહાર આવું આદિવાસી સમાજના કુળરિવાજો સાહિત્યની વિવિધ ચર્ચા કરી.
સંજેલી તા. ૨૪
સંજેલી તાલુકાના વાંસિયા વસવાડી ધામખાતે ભાદરવી પૂનમના ત્રિદિવસીય મહોત્સવની 2024ની ઉજવણી ધુમધામથી કરવામાં આવી હતી. જેમાં ઝાલોદ,દાહોદ,લીમડી,ગુલતોરા ચેતરીયા,સોચાલા,સાપરી,સંજેલી ભમેળા,ચમારીયા,ડુંગરપુર,પાડલીયા,ભંડારા સહિતના વિવિધ ગામોમાંથી વિશાળ સમુદાયમાં ભક્તો પોતાની ભજન મંડળીઓ સાથે હાજર રહ્યા હતા. છેલ્લા 41 વર્ષથી સતત આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ગામે ગામથી પધારેલી ભજન મંડળીઓ દ્વારા ઉત્સવમાં ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનામાં આવતી પૂનમનું ખાસ મહત્વ છે.ભાદરવા પૂનમના દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નારદ પુરાણ પ્રમાણે આ દિવસે ઉમા મહેશ્વર વ્રત પણ રાખવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ ઉમા મહેશ્વર વ્રત રાખ્યું હતું આ પૂનમ એટલા માટે પણ ખાસ છે કે આ દિવસથી પિતૃ પક્ષ એટલે શ્રાદ્ધ શરૂ થાય છે. વાસીયા વસવાડી ધામના 108 મહંત છગનભાઈ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાધરવી પૂનમની ત્રિદિવશની ઉજવણીનું આયોજન કરતાં ઉજવણી કરવામાં આવી આ અંતર્ગત ગામેગામ થી અહીં ભજન મંડળીઓ પધારી હતી અને ભજનની રમઝટ બોલાવી હતી. આ વાંસિયા વસવાડી ધામખાતે ગોવિંદ ગુરુ ના ભજનો આદિવાસી સમાજના ગુરુ ગોવિંદ નું યોગદાન સામાજિક કુરિવાજો નાબૂતી દેશની આઝાદી મેળવવા ગોવિંદ ગુરુ તથા આદિવાસી સમાજના કુરિવાજો છોડો શિક્ષિત બને અંધશ્રદ્ધામાંથી બહાર આવે એવું આહવાન કરવામાં આવ્યું વસવાડી ધામના મહંત છગનભાઈ મહારાજ દ્વારા દિનેશ્વર ધામ તથા માવજી મહારાજ ની ભવિષ્યવાણી વિશે જાણકારી આપી આવનાર સમય સમગ્ર માનવજાત માટે ખૂબ જ કપરો સમય આવવાનો હોવાથી બધાએ સાચા રસ્તે ચાલવું પોતાના ઇષ્ટની ભક્તિ કરવાનું આહવાન કરવામાં આવ્યું વસવાડી ધામના સ્થાપક મથુરદાસ મહારાજ તથા વસવાડી ધામના પૂર્વજોને આ તબક્કે શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા તેમને આપેલા નિયમોનું પાલન કરવા માટેની શિખ આપવામાં આવી સાથે આહવાન પણ કરવામાં આવ્યું..