ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર પ્રતાપુરા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા શૈક્ષણિક કાર્ય અટવાયું..
ચાલુ અભ્યાસક્રમે બાળકોને ઊભું થવું પડ્યું તેવી પરિસ્થિતિ સર્જાઈ..
સંતરામપુર તા. ૨
શ્રાવણના છેલ્લા સોમવારે બે દિવસમાં વિરામ બાદ વરસાદે ફરી જોરદાર બેટિંગ કરી જેમાં સંતરામપુર નગરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પાણી કરી નાખ્યું હતું જ્યારે બીજી બાજુ બે વર્ષ અગાઉ સંતરામપુર પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં છત ઉપરથી પોપડા પડવાની ઘટના બની હતી અને બાળકો ની ઈજા પહોંચી હતી તેમ છતાં આ પ્રાથમિક શાળામાં હજુ પણ પરિસ્થિતિ એ જ જોવા મળી આવેલી છે જ્યારે આ વખતે ચોમાસામાં જ ભારે વરસાદ પડવાના કારણે પ્રતાપુરાના બે વર્ગોમાં બાળકો શિક્ષણ મેળવી રહેલા તેના અભ્યાસ કરી રહ્યા હતા વરસાદી પાણી વર્ગ ખંડમાં ભરાઈ જતા બાળકોને એકદમ ઊભું થઈ જવો પડ્યો અને બીજા રૂમ ની અંદર મૂકવામાં આવેલા હતા. તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે આ પ્રતાપુરા પ્રાથમિક શાળાની બાજુમાં વરસાદી પાણીનો નિકાલ ના હોવાના કારણે આવી પરિસ્થિતિ સર્જાઇ રહેલી છે અહીંયા પાણીનો કોઈ નિકાલ જ નથી અને આ વર્ગો બાંધેલા વર્ષો જુના નીચલા વિસ્તારમાં જવાના કારણે જમીન અને રોડ અને પ્રાથમિક શાળા સમાંતર માં થઈ ગયેલી જોવાઇ રહેલી છે
વર્ષોથી પ્રાથમિક શાળા નવી બાંધવા માટેની મંજૂરી પણ માંગેલી હતી તેમ છતાં આજદિન સુધીના ડિપોનેશનની કે નવી બાંધકામની મંજૂરી આપવામાં આવેલી જ નથી હવે તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી છે ભારે વરસાદના કારણે નાવ છોડકે બાળકોને ચાલુ શાળામાંથી શિક્ષણ મેળવતા મેળવતા ઉભું થઈ જવું પડ્યું. આવી જ રીતે સંતરામપુર તાલુકાની મોટાભાગની પ્રાથમિક શાળામાં જર જરી હાલતમાં હોવાના કારણે બાળકો વર્ગખંડમાં બેસીને શિક્ષણ પણ મેળવી શકતા નથી તેવી પરિસ્થિતિ જોવાયેલી છે મજબૂરીમાં વાલીઓ આવી જોખમી પ્રાથમિક શાળાના કારણે શિક્ષણ માટે શાળામાં મોકલવા પણ તૈયાર નથી પરંતુ સંતરામપુર તાલુકાની મોટાભાગની પ્રાથમિક શાળાઓ જર્જરીત હાલતમાં હોવાના કારણે જોખમી કારક બનેલો છે.