
રાજેશ વસાવે :- દાહોદ
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ચીખલી તાલુકાના મોગરાવાડી ગામમાં વયોવૃદ્ધ રાહદારીઓની સગવડતા માટે બાંકડો ભેંટ આપવામાં આવ્યો.
ચીખલી તા. ૭
ચીખલી તાલુકાના મોગરાવાડી ગામના મિસ્ત્રી ફળીયા ખાતે આવેલા વડલા પાસે બસની રાહ જોતા મુસાફરો ઉભા રહેતા હોય છે,પરંતુ ત્યાં બેસવાનું સાધન નહિ હોવાથી મુસાફરો ખાસ કરીને વયોવૃદ્ધ મુસાફરો અને શાળાએ જતાં બાળકોને ઉભા રહેવાની અગવડતા પડતી હતી.આથી ગામના જાગૃત નાગરિક ઉમેશ પટેલે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ સમક્ષ કરતા એમણે તાત્કાલિક બાંકડો મુકાવી આપ્યો હતો.આ પ્રસંગે ડો. નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકો અને વયોવૃદ્ધ વડીલો બેસી શકે અને ગામલોકોના મુખારવિંદ પર ખુશીઓનું એક કારણ બની શકે તેમજ મારા માતા પિતાની ઈચ્છા મુજબ સત્કાર્યો સતત કરતો રહુ અને એમના સત્કાર્યોના આદેશની સુવાસ ચારેકોર ફેલાતી રહે તે માટે અમારાથી બનતી મદદ કરવાની કોશિષ કરી છે.