
રાજેશ વસાવે :- દાહોદ
આઈ રમીલા આટૅસ કોલેજ દાહોદ ખાતે તાલીમાર્થી મિત્રો જોડે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે માહિતી આપવાનો અવસર પ્રાપ્ત થયો.
દાહોદ તા. ૭
દાહોદ જિલ્લામાં શિક્ષણ અને સામાજિક ક્ષેત્ર કામ કરતી સંસ્થા છે તેઓની સદર સંસ્થા આ જ વર્ષે આઈ રમીલા આર્ટ્સ કોલેજ શરૂ થયેલ છે. જેમાં આજ રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નો ઈતિહાસ , આદિવાસી સંસ્કૃતિ, રિત રીવાજો તથા આદિવાસી સમાજ જીવન વિશે માહિતી આપવાનો વિનમ્ર પ્રયાસ કર્યો.
જે આદિકાળથી આ પૃથ્વી પર પ્રકૃતિ નું સંવધૅન, જતન અને રક્ષણ કરતા આવ્યા છે એવા આદિવાસીઓની આ વૈશ્વિક ઉજવણી ૯ મી ઓગસ્ટે જ કેમ થાય છે?? આદિવાસીઓના શિક્ષણ, જીવન સમાજ અને આધુનિક યુગમાં એમનું જીવન તેમજ આદિવાસી જીવન શૈલી અંગે વિવિધ મુદ્દાઓ પર વાત કરી.
જીવની ઉત્પત્તિ, આદિ માનવ થી આજ દિન સુધીમાં થયેલ માનવ સભ્યતાના પરિવર્તનમા આદિવાસીઓનો ફાળો, જળ જમીન જંગલ નું સંવધૅન, એકલવ્ય, શબરી ભાઈ, આદિવાસી સત્યાગ્રહ, સંથારા વિદ્રોહ,કોલ વિદ્રોહ, પંચમહાલ નો આદિવાસી નાયક વિદ્રોહ, હીરબાઈ નો વિદ્રોહ, ભગવાન બિરસા મુંડા નું જીવન, માનગઢ હત્યાકાંડ, ઝલકારી બાઈ નો વિદ્રોહ, ગુરુ ગોવિંદ ભગત ચળવળ, ઠક્કરબાપા નું યોગદાન, જયપાલસિંહ મુંડા નો જીવન કવન તથા આજના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂરમુ સુધીની આદિવાસી ઈતિહાસ ઉત્થાન અને આધુનિકતાની વાતો કરી .
છેવટે પોતાની સંસ્કૃતિ નું ગૌરવ ,જતન, સંવધૅન તથા ઈતિહાસ અંગે વધુ જાણકારી બાબત વાતો કરી . એક વૃક્ષ આ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉગાડીએ તથા સદર કોલેજમાં ભણતા ત્યારે રોપેલું એ અંગે ની યાદગીરી પણ બનાવીએ.
મને બોલાવવા બદલ મારુ સન્માન કરવા બદલ અંતઃકરણ પૂર્વક આભાર ..