
લીમખેડા સેશન્સ કોર્ટ નો ઐતિહાસિક ચુકાદો, કોર્ટ સંકુલમાં સન્નાટો.
પ્રેમ સંબંધમાં આડ ખીલી બનતા દિયરની હત્યાના ગુનામાં વિધવા ભાભી તેમજ પ્રેમીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ..
દાહોદ તા.30
સિંગવડ તાલુકાના તારમી ગામે આજથી સાડા પાંચ વર્ષ અગાઉ પ્રેમ સંબંધમાં આડ ખીલી રૂપ બનતા દિયરને તેની વિધવા ભાભીએ પ્રેમી સાથે મળી ચપ્પા વડે હુમલો કરી માથાના ભાગે કપાળના ભાગે ઇજાઓ કરી તેમજ ગુપ્તાંગ કાપી નાખ્યા બાદ તેની લાશને નજીકના કૂવામાં ફેંકી દેવાના બનાવમાં લીમખેડા સેશન્સ કોર્ટે બંને પ્રેમી પંખીડાને આજીવન કેદની સજા ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સિંગવડ તાલુકાના તારમી ગામના વડલી ફળિયાની રહેવાસી વિધવા રાધાબેન ધર્મેશભાઈ સડીયાભાઈ બારીયાનુ તેમના જ ગામના દિનેશ વેજાભાઈ બારીયા જોડે પ્રેમ સંબંધ ચાલતો હતો. આ દરમિયાન રાધાબેન બારીઆનો દિયર નરેશ સડીયાભાઈ બારીઆ તેની વિધવા ભાભી રાધાબેન જોડે સંબંધ રાખવા જણાવતાં આ બાબતની જાણ રાધા બે ને તેના પ્રેમી દિનેશ બારીઆને કરતા બંને વચ્ચે પ્રેમ સંબંધમાં આડ ખીલી રૂપ બનતા નરેશ બારીયા ને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવા માટે નક્કી કરી પૂરું આયોજિત કાવતરાના ભાગરૂપે તારીખ 01.02.2019 ના રોજ રાધાબેને તેના દિયર નરેશ બારીયાને ઘર નજીક અંધારામાં મળવા બોલાવ્યો હતો. આ દરમિયાન રાધા બેન નો પ્રેમી દિનેશ બારીયા સંતાઈને બેસેલો હતો જેવો નરેશ બારીયા રાધા બેન ને મળવા આવતા દિનેશભાઈ એ પોતાનું પોત પ્રકાશ્યું હતું. અને પોતાના હાથમાંના ચપ્પા વડે દિનેશભાઈ ના માથાના ભાગે કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તેમજ દિનેશભાઈ ની બંને આંખો ચપ્પા વડે કાઢી નાખી તેમનો ગુપ્તાંગ પણ કાપી દીધો હતો. જેના પગલે નરેશ બારીયા નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારબાદ આ બંને પ્રેમી પંખીડાએ પુરાવાના નાશ કરવા માટે નરેશભાઈની લાશને નજીકના પાણી ભરેલા કુવામાં ફેકી જતા રહ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે નરેશભાઈ ના પિતા સડિયા ભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે જાણ કરી હતી. જે બાદ મરણ જનાર્થ નરેશભાઈ ની લાશ નજીકના કૂવામાંથી મળી આવતા પોલીસની હાજરીમાં લાશને બહાર કાઢવામાં આવતા લાશની વિકૃતિ જોતા મરણ જેલાર નરેશભાઈ નું સત્તા થઈ મરણ જનાર નરેશભાઈની હત્યા થઈ હોવાનું પુરવાર થતાં પોલીસે તપાસ નો ધમધમાટ નો આરભ કર્યો હતો અને ગણતરી ના કલાકોમાં સમગ્ર કેસનો ભેદ ઉકેલી નરેશભાઈ બારીયા ની નિર્મમ હત્યા કરનાર તેની વિદવા ભાભી રાધાબેન તેમજ તેમજ પ્રેમી દિનેશ બારીયાને ઝડપી જેલ ભેગો કર્યો હતો. આ હત્યાનો કેસ લીમખેડા સેશન્સ કોર્ટના જજ એચ. એચ. ઠક્કરની કોર્ટમાં ચાલી જતા આ કેસમાં નિર્દયતાથી કરેલી હત્યાને કોર્ટે ગંભીરતાથી લઈ સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહય રાખી દિયરની હત્યાના કેસમાં તેની વિધવા ભાભી રાધાબેન ધર્મેશભાઈ બારીયા તેમજ તેના પ્રેમી દિનેશ બારીયા ને કસૂરવાર ઠેરવી બંનેને આજીવન કેદ તેમજ 5000 રૂપિયા નો દંડની સજા ફટકારતા કોટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. આ કેસમાં સાડા પાંચ વર્ષની ન્યાયક લડત બાદ મરણ જનાર નરેશભાઈને ન્યાય મળ્યો હતો અને બંને હત્યારાઓ હવે જીવનભર જેલના સળિયા પાછળ વિતાવશે.