
ગુજરાત પ્રદેશ માહેશ્વરી યુવા સંગઠનની કારોબારી મિટિંગ યોજાઇ
દાહોદ તા. ૨૯
ગુજરાત પ્રદેશ માહેશ્વરી યુવા સંગઠનની કારોબારી મિટિંગ ગઈ 27 28 જુલાઈના રોજ ગુજરાતના પોલો ફોરેસ્ટ ઝોન અરવલ્લી જિલ્લા ખાતે યોજાય હતી જેમાં માહેશ્વરી યુવા સંગઠનના આતિથ્ય માં યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રામપ્રકાશજી ઝવર ની અધ્યક્ષતામાં રાખી હતી આ પ્રદેશ કારોબારી મિટિંગના મુખ્ય સંયોજક પ્રદેશ ઉપપ્રમુખ તથા દાહોદ જિલ્લા પ્રમુખ નરેશભાઈ બાંગડ દાહોદ તથા પ્રદેશ ખેલ મંત્રી સુનિલભાઈ હિરાણી મોડાસા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ બેઠકમાં ગુજરાત પ્રદેશના દરેક જિલ્લામાંથી જિલ્લાના પ્રતિનિધિ તરીકે 100થી પણ વધારે સભ્યો હાજર રહ્યા હતા મીટીંગમાં ઓર્ગેનાઇઝેશન સોશિયલ નેટવર્કિંગ બિઝનેસમાં યુવા સંગઠન કઈ રીતે આગળ વધે અત્યાર સુધી કરવામાં આવેલા કાર્યોની વિગત તથા પ્રદેશના પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે પોડકાસ્ટ સેશન પણ લેવામાં આવ્યું હતું આ સાથે સ્વીમીંગ ફોરેસ્ટ ટ્રેકિંગ ઇનડોર ગેમ તથા અન્ય એક્ટિવિટી નું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હિમાંશુભાઈ ચાંડક નાગપુર રાષ્ટ્રીય સંયુક્ત મંત્રી મનીષભાઈ ચાંડક અમદાવાદ રાજ્યમંત્રી મયંકભાઇ બાંગડી સંગઠન મંત્રી નિખિલભાઇ કાબરા ખજાનચી આશિષભાઈ તાપડિયા રાષ્ટ્રીય કાર્ય સમિતિ સભ્ય લવઋષિ ભાઈ ઝવર સાથે દાહોદ જિલ્લા યુવા પ્રમુખ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશભાઈ બાંગડ મંત્રી વિશાલ મંડોવરા લોકેશ બાંગડ ગોપાલ માલુ વિપુલ તોષનીવાલ ભાવિન માલીવાલ કુસુલ મડોવરા શુભમ ઝવર કેશવ માલુ તથા અન્ય સાથીઓ ઉપસ્થિત રહ્યા હતા.