ફતેપુરા એસ.ટી કંટ્રોલ પોઈન્ટ ને 40 શિડયુલ સાથે નવીન ડેપો મંજૂર કરવા વાહન વ્યવહાર મંત્રી સમક્ષ રજૂઆત

Editor Dahod Live
4 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા એસ.ટી કંટ્રોલ પોઈન્ટ ને 40 શિડયુલ સાથે નવીન ડેપો મંજૂર કરવા વાહન વ્યવહાર મંત્રી સમક્ષ રજૂઆત

ગુજરાત સહિત રાજસ્થાનની મુસાફર જનતાની અવર-જવર માટે હાલ ફતેપુરા કંટ્રોલ પોઇન્ટ ઉપરથી 179 જેટલા શિડ્યુલ ચાલે છે

સુખસર,તા.15

 દાહોદ જિલ્લાનો ફતેપુરા તાલુકો રાજસ્થાનની સરહદ ઉપર આવેલ છે. અને ફતેપુરા મુખ્ય મથકથી રાજસ્થાનમાં જવા પાટવેલ ઘુઘસ તથા વાંદરીયા પૂર્વ આ ત્રણેય ગામ રાજસ્થાનની સીમા સાથે સંકળાયેલા છે.તેમજ ફતેપુરા ડેપો ખાતે રાત્રી રોકાણ કરતી એસ.ટી બસોને સીમા ઉપર મોકલવામાં આવે જેથી રાજસ્થાનના સીમાવર્તી ગામો હોય રાજસ્થાનના મુસાફરોને ગુજરાત તરફ અવર-જવર કરવા માટે એસ.ટી બસનો લાભ મળી રહે એ સાથે ફતેપુરાના મુખ્ય મથક ફતેપુરાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા 40 શિડ્યુલ વાળો ડેપોની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે.ત્યારે ફતેપુરા કંટ્રોલ પોઈન્ટ ને ડેપો જાહેર કરવા મુસાફર જનતાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

          જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા કંટ્રોલ પોઈન્ટને ડેપો માટેની દરખાસ્ત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા 40 શિડ્યુલ વાળો ડેપોની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે.જે આ વિસ્તાર માટે પ્રશંસનીય બાબત છે.અને હાલમાં ફતેપુરા કંટ્રોલ પોઇન્ટ ઉપરથી 179 જેટલા શિડ્યુલ ચલાવવામાં આવી રહ્યા છે.તેમજ ફતેપુરા કંટ્રોલ ઉપર અન્ય ડેપોની નવ જેટલી એસ.ટી બસો રાત્રિ રોકાણ કરે છે.અને આ બસોને ફતેપુરા થી પાટવેલ ફતેપુરા થી ઘુઘસ તથા વાંદરીયા પૂર્વ આ ત્રણેય ગામો કે જે રાજસ્થાનની સીમા સાથે સંકળાયેલા છે અને આ રાત્રી રોકાણ કરતી ત્રણ-ત્રણ એસ.ટી બસોને સીમાઓ ઉપર મોકલવામાં આવે તો રાજસ્થાનના સીમાવર્તી ગામો ની મુસાફર જનતાને આ એસ.ટી બસનો લાભ મળી શકે તેમ છે.તેમજ ફતેપુરા કંટ્રોલ પોઇન્ટનું ક્ષેત્રફળ, એસ.ટી નું વર્કશોપ,પેટ્રોલ પંપ અને બહુ મજલી બસ સ્ટેશન બની શકે તેટલું પૂરતા પ્રમાણમાં છે.તેમજ ફતેપુરા તાલુકા મથક છે અને તાલુકામાં 96 જેટલા ગામડાઓ આવેલા છે.આમ ફતેપુરા તાલુકો રાજસ્થાનની સીમાને સ્પર્શતો તાલુકો છે.તથા ફતેપુરા કંટ્રોલ પોઇન્ટથી રાજસ્થાનના બાસવાડા જિલ્લાની સીમા માત્ર સાત કિલોમીટર અંતરે આવેલ છે.જ્યારે ફતેપુરા કંટ્રોલ પોઇન્ટથી રાજસ્થાનના બાસવાડા જિલ્લાનું મુખ્ય મથક અંદાજિત 65 કિમી દૂર છે.જ્યારે ફતેપુરા થી ડુંગરપુર જિલ્લાનું સાગવાડા તાલુકામાં વહોરા સમાજનુ ધાર્મિક સ્થાન ગલીયાકોટ ફતેપુરા થી 45 કિમી દૂર છે.

               જોકે ફતેપુરા કંટ્રોલ પોઈન્ટ ઉપર ઓનલાઈન બુકિંગની વાર્ષિક આવક અંદાજે 4 થી 4.5 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળે છે.અને ફતેપુરા કંટ્રોલ પોઈન્ટને ડેપો માટેની દરખાસ્ત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા 40 શિડ્યુલ વાળો ડેપોની દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે.અને આ શિડ્યુલ વાળો ડેપો મળતા ફતેપુરા એસ.ટી ડેપોની મંજૂરી મળે તો દૈનિક શિડ્યુલના સંચાલનથી અંદાજે રૂપિયા 5 થી 6 લાખ રૂપિયા આવક થાય તેમ છે.સાથે-સાથે ફતેપુરા ને ડેપોનો દરજ્જો મળે તો રાજસ્થાન સાથેના માર્ગ વાહન વ્યવહાર ધરાવતી સ્થાનિક જનતાને રાજસ્થાનના બાસવાડા અને ડુંગરપુર જિલ્લાને સાંકળતા શિડયુલ ચાલુ થાય તો આવક વધવાની સંભાવનાઓ પણ જોવા મળે છે.ફતેપુરા તાલુકો ગરીબ અને પછાત આદિજાતિ વિસ્તાર હોય ફતેપુરા તાલુકા સહિત રાજસ્થાનના બાસવાડા,ડુંગરપુર જિલ્લાના શ્રમિકો ગુજરાતના સમૃદ્ધ જિલ્લાઓમાં રોજી રોટી માટે જતા હોય છે.ત્યારે ફતેપુરાને ડેપોનો દરજ્જો આપવામાં આવે અને નવીન શિડયલો ચાલુ થાય તો મુસાફર જનતાને અવર-જવર કરવા માટે સરળતા રહે તેમ છે.સાથે-સાથે ગરીબ અને પછાત લોકોની જીવન ધોરણ ઊંચું આવે તેવી સંભાવનાઓ હોવાનું જાણવા મળે છે

Share This Article