
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ શહેરમા મેડીકલ કોલોનીમાં રહ્યાં એક વ્યક્તિએ વ્યાજખોર ના ત્રાસ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
દાહોદ તા. ૧૦
દાહોદ શહેર મા છેલ્લા કેટલાક સમય થી વ્યાજખોરો બેફામ બન્યા છે.દાહોદ મા આજે વધુ એક વ્યક્તિ વ્યાજખોર ના ચુગલ મા ફસાયા બાદ આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો.પરિવાર ને જાણ થતા સત્વરે દોડી જઇ ઝાયડસ હોસ્પિટલમા સારવાર માટે લઇ જતા વ્યક્તિ બચી ગયો હતો.દાહોદ પોલીસ ને જાણ થતા સત્વરે દાહોદ પોલીસ પણ દોડી આવી તપાસ હાથ ધરી.
બનાવની વિગત આ મુજબ છે કે દાહોદના મેડીકલ કોલોનીમાં રહેતા વિજય મગન ભૂરીયા દ્વારા ગોધરા રોડ દાહોદ ખાતે રહેતા વિમલ સાંસી નામના યુવક પાસેથી 3 લાખ રૂપિયા 10% ના વ્યાજ પર લીધા હતા. જેમાં વિજય દ્વારા વિમલ સાંસીને કુલ 6 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યાર બાદ પણ વિમલ સાંસી વિજય ભૂરીયાને વારંવાર ફોન દ્વારા ધાક ધમકીઓ આપી વ્યાજ અને મુદલના પૈસાની ઉઘરાણી માટે ત્રાસ આપતો હતો. વ્યાજ ખોરના ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળી વિજયએ એસીડ ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.