બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વાગ્ધરા સંસ્થાના સહયોગથી બીજોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું
કાર્યક્રમમાં ખેડૂતોએ 60 જેટલા દેશી બિયારણો લાવી પ્રદર્શનમાં મૂકી 45 ખેડૂતોએ બીજનુ આદાન-પ્રદાન કર્યું
સુખસર,તા.21
આજરોજ વાગધારા સંસ્થાના સહયોગથી ફતેપુરા તાલુકાના ભીતોડી ગામમાં પ્રાથમિક વિદ્યાલય- ભીતોડી ખાતે બીજ ઉત્સવ કાર્યક્રમનું આયોજન ધુમધામથી કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાનો છે.ઉચ્ચ ગુણવત્તાવાળા પરંપરાગત દેશી બીજ ઉપલબ્ધતા નક્કી કરવાની છે.અને બજાર ઉપર નિર્ભરતા ખતમ કરવાનો તથા બીજોનું સંરક્ષણ કરીને બીજોની ઉપલબ્ધતા વધારવા નો ઉદ્દેશ છે.અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા નો છે. બ્લોક સહજકર્તા ગિરીશભાઈ પટેલ દ્વારા ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે પ્રકૃતિનો મુળ આધાર બીજ છે. આદિવાસી સંસ્કૃતિમાં બીજોનુ મહત્વ સદીઓ થી માનવામાં આવે છે.આજ ના સમયમાં લગભગ 80 ટકા બીજ બજાર ઉપર નિર્ભરતા છે.જેથી ખેડૂતો ને ઉંચા ભાવોનો સામનો કરવો પડે છે. ખેડૂતોને એ પણ જણાવવામાં આવ્યું કે, હાઇબ્રીડ બિયારણો સ્થાનિય વાતાવરણ અને જળવાયુ અનુકૂળ નહીં હોવાના કારણે ખેતી ખોટનો ધંધો થઈ ગયો છે.
ભીતોડી પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ કટારા દ્વારા ઉપસ્થિત ખેડૂતો ને જણાવવામાં આવ્યું હતું કે,આપણે ત્યાં ઘણા બધા પ્રકારના દેશી બિયારણો ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે.છતાં પણ આપણે બજારમાં મળતા હાઇબ્રીડ બિયારણો ની પાછળ ભાગી રહ્યા છીએ.ખેડૂતો એક બીજાની નકલ કરી રહ્યા છે.જેના કારણે દિવસે દિવસે ખેડૂતો આપણા સ્થાનિય બિયારણોને વિલુપ્ત કરી રહ્યા છે.જેના કારણે દિવસે દિવસે નવા નવા રોગોએ સ્થાન લીધું છે.
આ કાર્યક્રમમાં લગભગ 60 જેટલા દેશી બિયારણો ખેડૂતોએ પોતાના ઘરે થી લાવીને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.જેમાંથી લગભગ 45 ખેડૂતોએ બીજ ની આદાન પ્રદાન કરેલ હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભીતોડી ગામના જન પ્રતિનિધિઓ જીતુભાઈ પારગી,રઘુભાઈ પારગી, યોગેશભાઈ પારગી તેમજ સુરેખાબેન પારગીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.