
જીગ્નેશ બારીયા રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ગંભીર બીમારીથી પીડાતી દર્દીને બે મહિના બાદ ઝાયડસ હોસ્પિટલમાંથી રજા અપાઈ..
દાહોદના જાહેરાત હોસ્પિટલમાં સારવાર લેનાર મહિલા ચાલુ ટર્મમાં જિલ્લા પંચાયતના સભ્ય..
કોવિડના લક્ષણો ધરાવતી આ મહિલાના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર , ફેફસામાં ઇન્ફેક્શન, કેટલી માં ઇન્ફેકશન, તેમજ ડેન્ગ્યુ સાહિતની બીમારી સામે મજબૂત મનોબળ સાથે ઝઝુમી સંપૂર્ણ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ
ગંભીર બિમારીથી પીડાતી આ મહિલાની સારવારમાં રાત દિવસ મહેનત કરનાર તબીબોની સરાહનીય કામગીરી…
દાહોદ તા.૨૦
દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં એક મહિલા દર્દી જે લગભગ બે મહિનાની લાંબી સારવાર બાદ સ્વસ્થ્ય આજે તેઓને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
દાહોદની ઝાયડસ હોસ્પિટલનો સામે આવ્યો છે જેમાં કબુબેન પણદા નામના દર્દી ૨૪ ઓક્ટોમ્બરના રોજ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. દાખલ થયાં ત્યારે તેઓની સ્થિતી અત્યંત નાજુક હતી. તેઓને સતત ઓક્સિજન પર રાખવામાં આવતાં હતાં તેઓને સ્થિતિ જાેઈ તબીબોએ પણ એકક્ષણે આશા છોડી દીધી હતી. કબુબેન જ્યારે દાખલ થયાં ત્યારે તેમનું ઓક્સીજન લેવલ ખુબજ ઓછુ હતું. ૧૫ લીટર ઓક્સિજન આપવા છતાં પણ ૬૦ ટકાજ ઓક્સિજન લેવલ રહેતું હતું. સ્વાશ્વોસની પ્રક્રિયા ૫૦ થી ૫૫ ટકા જેટલી હતી. ધબકારા પણ ૧૫૦ થી ૧૬૦ જતાં હતાં અને બલ્ડપ્રેશર ૧૭૦થી જેટલું હતું જ્યારે તેઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં ત્યારે હાલત અત્યંત નાજુક હતી. જીવી શકે તેવી કોઈ આશા લાગતી ન હતી. હાર્ટનું પમ્પીગ પણ ૩૦ ટકા હતું. કોરોના લક્ષણો પણ જણાતાં હતાં ત્યારે તેઓનું કોરોના ટેસ્ટો પણ કરવામાં આવ્યાં હતાં પરંતુ તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યાં હતાં. તબીયત અત્યંત નાજુ જણાતી હતી. ઝાયડસ હોસ્પિટલના તબીબો દ્વાર અથાગ મહેનત અને સારવાર દરમ્યાન ધીરે ધીરે કબુબેનની તબીયત સુધરવા લાગી હતી અને આજે તેઓ સંપુર્ણ સ્વસ્થ્ય થતાં તેઓને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
————-