Sunday, 08/09/2024
Dark Mode

દાહોદમાં બહુચર્ચિત બિનખેતી બોગસ પ્રકરણમાં મુખ્ય ભેજાબાજ શેષવ પરીખના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો.  નામદાર નીચલી કોર્ટે શૈશવ પરીખ ની જામીન નામંજૂર કરી.

June 19, 2024
        555
દાહોદમાં બહુચર્ચિત બિનખેતી બોગસ પ્રકરણમાં મુખ્ય ભેજાબાજ શેષવ પરીખના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો.   નામદાર નીચલી કોર્ટે શૈશવ પરીખ ની જામીન નામંજૂર કરી.

#DahodLive#

દાહોદમાં બહુચર્ચિત બિનખેતી બોગસ પ્રકરણમાં મુખ્ય ભેજાબાજ શેષવ પરીખના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો. 

નામદાર નીચલી કોર્ટે શૈશવ પરીખ ની જામીન નામંજૂર કરી.

બહુચર્ચિત બોગસ બિનખેતીના બે જુદા જુદા પ્રકરણમાં સરકારી બાબુ સહિત ચાર વ્યક્તિઓ જેલમાં, અન્ય કેટલાક ઈસમો સામે નજીકના સમયમાં ગાળિયો કસાશે.

બોગસ બિનખેતી પ્રકરણના છેડા સુધી પહોંચવા માટે 2015 થી આજ દિન સુધીના તમામ હુકમોનો ક્રોસ વેરિફિકેશન શરૂ..

દાહોદ તા.18

દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં બહુચર્ચિત બોગસ બિનખેતી પ્રકરણમાં ટ્રાન્સફર વોરંટ ના આધારે દાહોદ સબ જેલમાંથી ધરપકડ કરાયેલા અને છેલ્લા 9 દિવસથી પોલીસ રિમાન્ડ હેઠળ પૂછપરછ નો સામનો કરનાર મુખ્ય ભેજાબાજ શેશવ પરીખના આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં નીચલી અદાલતમાં શેષવ પરીખના વકીલો દ્વારા કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ સરકારી વકીલની ધારદાર દલીલો તેમજ ઉપરોક્ત સંવેદન સીલ કેશોમાં તપાસને કોઈ અસર ન થાય તથા ટ્રાયબલ વિસ્તારમાં આદિવાસીઓની જમીન પચાવી આદિવાસીઓને તમામ મોરચે પાયમાલ કરવામાં મુખ્ય ભેજાબાજની ભૂમિકામાં રહેલા ઉપરોક્ત આરોપીના જામીન ના મંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોગસ બીનખેતીના પ્રકરણમાં અગાઉ દાહોદ પોલીસે સર્વે નંબર 303 305 306 માં જકરીયા ટેલર તેમાં સેશવ પરીખની ધરપકડ કરી રિમાન્ડ હેઠળ પૂછપરછ નો દોર શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં જકરીયા ટેલરને અગાઉ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે સેશવ પરીખના ફરદર રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પ્રકરણમાં નામદાર કોર્ટે ઉપરોક્ત આરોપીની જામીન નામંજૂર કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. ત્યારબાદ બોગસ બિનખેતીના બીજા પ્રકરણમાં સર્વે નંબર 376/૧/૧/૪ માં ધરપકડ કરાયેલા હારૂન પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે રિમાન્ડ દરમિયાન સેશવ પરીખનું નામ ખુલતા દસ દિવસ અગાઉ દાહોદ બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટ આધારે સબ જેલમાંથી ધરપકડ કર્યા બાદ નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. અને નવ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ નવ દિવસમાં રિમાન્ડ દરમિયાન શેશવ પરીખે પોલીસ સમક્ષ મહત્વપૂર્ણ ખુલાસા કરતા જિલ્લા પંચાયત કચેરીમાં ઇન્ચાર્જ ચીટનીશ તેમજ સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિજય ડામોર દ્વારા મુકેશ બિનચેતીના હુકમો સિક્કા મારી સર્ટીફીકેટ બનાવવામાં શેસવનું ભરપૂર સાથ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે વિજય ડામોરની પર ધરપકડ કરી હતી. અને છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલના સંજોગોમાં વિજય ડામોર પોલીસ રિમાન્ડ હેઠળ છે જ્યારે શેશવ પરીખના નવ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજરોજ પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ શેસવ પરીખના તરફેણમાં વકીલો દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. જે કોર્ટે નામંજૂર જ્યુદિશલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યું છે. હવે તપાસો ના ધમધમાટ વચ્ચે આ બોગસ બિનખેતી પ્રકરણમાં કેટલાક અધિકારીઓ તેમજ કેટલાક બિલ્ડરો પોલીસની તપાસની રડારમાં હોવાથી ભુગર્ભમાં ઉતરી ગયા હોવાનું પતંગ વર્તુળો દ્વારા જાણવા મળી રહે છે.. જ્યારે બીજી તરફ વિજય ડામોર તેમજ શેષવ પરીખે પોલીસ સમક્ષ કેવા પ્રકારના ખુલાસા કર્યા છે. પોલીસની તપાસની ત્રિજ્યામાં હજુ કેટલા બોગસ બિન ખેતીના સર્વે નંબરો સામે આવશે.? તેમજ હજી કેટલા સરકારી બાબુઓ તેમજ બિનખેતીના બોગસ પ્રકરણમાં શેશવ પરીખ જોડે ભાગીદારી નિભાવનાર ઇસમો સામે ગાડીઓ કશાશે તે આવનારા દિવસમાં જાહેર થાય તે મહત્વપૂર્ણ બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!