રાજેશ વસાવે :- દાહોદ
દાહોદની ધી.સહયોગ ક્રેડિટ સોસાયટીમાં ૯૦ લાખની ઉચાપત કરનાર કરનાર મહિલા એજન્ટની ધરપકડ: પુત્ર વોન્ટેડ..
દાહોદ તા.08
દાહોદમાં ધિરાણ કરતી ક્રેડિટ સોસાયટીની મહીલા એજન્ટ તેમજ તેનાં પૂત્ર દ્વારા નાના અને મધ્યમ પરિવારના લોકો દ્વારા જમા કરાયેલા દૈનિક બચતના 90 લાખ ઉપરાંતની માલમત્તાની ઉચાપત કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. જે મામલે ત્રણ માસ અગાઉ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં દાહોદ એ ડિવિઝન પોલીસે ક્રેડિટ સોસાયટીના દૈનિક બચતના નાણાંની ઉચાપત કરનાર મહિલા ને ઝડપી જેલ હવાલે કર્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના ગોવિંદ નગર અક્ષર એપાર્ટમેન્ટ એકમાં રહેતી અને સહયોગ કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાં એજન્ટ તરીકે 2014 થી કામ કરતી જયમાલા બાબુભાઈ અગ્રવાલ તેમજ તેના પુત્ર ધવલ સુનિલકુમાર અગ્રવાલ દ્વારા નાના અને મધ્યમ વર્ગના પરિવારો દ્વારા દૈનિક બચતમાં જમા કરાવતા 90 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ક્રેડિટ સોસાયટીમાં જમા કરાવવાની જગ્યાએ બારોબાર ઉચાપત કરી ફરાર થઈ જતા આ મામલે જે સહયોગ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી બેંકના મેનેજર દિવ્યાંગ ભટ્ટ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે ત્રણ માસ અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ દાહોદ એ ડિવિઝન પોલીસ દ્વારા ઉપરોક્ત જયમાલા અગ્રવાલ તેમજ તેના પુત્ર ધવલ અંડર ગ્રાઉન્ડ થઈ જતા શોધખોળ આદરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પતો ન લાગ્યો હતો પરંતુ ગઈકાલે દાહોદ એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત જયમાલા અગ્રવાલને તેના ઘરેથી ઝડપી જેલ હવાલે કર્યો હતો. હાલ આ મામલામાં તેમનો પુત્ર ધવલ સુનિલભાઈ અગ્રવાલ વોન્ટેડ હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ આદરવામાં આવી છે.