Sunday, 08/09/2024
Dark Mode

બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા, નામદાર કોર્ટે બંને આરોપીઓના જામીન નામંજૂર કર્યા.. દાહોદમાં બહુચર્ચિત બોગસ NA પ્રકરણમાં બંને આરોપીઓ જ્યુડીશલ કસ્ટડીમાં મોકલાયા.

June 5, 2024
        636
બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા, નામદાર કોર્ટે બંને આરોપીઓના જામીન નામંજૂર કર્યા..  દાહોદમાં બહુચર્ચિત બોગસ NA પ્રકરણમાં બંને આરોપીઓ જ્યુડીશલ કસ્ટડીમાં મોકલાયા.

#DahodLive

બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા, નામદાર કોર્ટે બંને આરોપીઓના જામીન નામંજૂર કર્યા..

દાહોદમાં બહુચર્ચિત બોગસ NA પ્રકરણમાં બંને આરોપીઓ જ્યુડીશલ કસ્ટડીમાં મોકલાયા.

દાહોદ તા. ૫

દાહોદમાં બહુચર્ચિત બોગસ બિનખેતીના હુકમ પ્રકરણમાં પકડાયેલા બંને ભેજાબાજોના આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં આરોપીના વકીલો દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. પરંતુ સંવેદનશીલ ગણાતા કેસમાં તપાસમા અસર ન પડે તે માટે નામદાર કોટે બંને આરોપીઓના જામીન અરજી નામંજૂર કરતા બંને જ્યુડીશલ કસ્ટડીમાં મોકલાયા હતા.

દાહોદમાં ચકચાર મચાવનાર બિન lખેતીના બોગસ હુકમોને સાચા હુકમ તરીકે રજૂ કરી સરકારના પ્રીમિયમની ચોરી કરવાના પ્રકરણમાં ધરપકડ કરાયેલા જકરીયા ટેલર તેમજ મુખ્ય ભેજાબાજ શૈશવ પરીખને નામદાર કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન આ કેસમાં ખૂટતી કડીઓને જોડવા માટે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પરંતુ રીમાન્ડ દરમિયાન કડીઓને જોડવાની બાકી હોઇ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે આજરોજ પૂર્ણ થતા બંને આરોપી સેશવ પરીખ તેમજ જકરીયા ટેલરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં આરોપી તરફે વકીલો દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. પરંતુ સંવેદનશીલ ગણાતા કેસમાં તપાસ દરમિયાન કોઈ અસર ન પડે તે હેતુથી નામદાર કોટે બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!