Sunday, 08/09/2024
Dark Mode

લીમખેડામા ફાયર સેફ્ટીની 25 થી વધુ સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરાઇ, 

May 31, 2024
        980
લીમખેડામા ફાયર સેફ્ટીની 25 થી વધુ સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરાઇ, 

રાજેશ વસાવે :- દાહોદ 

લીમખેડામા ફાયર સેફ્ટીની 25 થી વધુ સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરાઇ, 

ગેરકાયદેસર રખાયેલા 15 ગેસના બોટલો સીઝ કરાયા

દાહોદ તા.30

લીમખેડામા ફાયર સેફ્ટીની 25 થી વધુ સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરાઇ, 

રાજકોટમાં ગેમીંગ ઝોનમાં બનેલી ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારના આદેશો અનુસાર, સંબંધિત તંત્રો દ્વારા ગેમીંગ ઝોન સહિત વિવિધ ધંધાકિય આલમ, વ્યવસાય આલમમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટી સહિતની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને લીમખેડા પ્રાંત અધિકારી બી.જી.નીનામાએ લીમખેડામાં આવેલા પેટ્રોલ પંપો, શોપિંગ મોલ, હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. 

લીમખેડામા ફાયર સેફ્ટીની 25 થી વધુ સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરાઇ, 

રાજકોટમાં ગેમીંગ ઝોનમાં બનેલી ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારના આદેશો અનુસાર, સંબંધિત તંત્રો દ્વારા ગેમીંગ ઝોન સહિત વિવિધ ધંધાકિય આલમ, વ્યવસાય આલમમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટી સહિતની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને લીમખેડા પ્રાંત અધિકારી બી.જી.નીનામાએ લીમખેડામાં આવેલા પેટ્રોલ પંપો, શોપિંગ મોલ, હોસ્પિટલો તેમજ હોટલોમા ફાયર સેફ્ટીને લઈને આકસ્મિક તપાસ હાથ ફાયર સેફટીનુ ઉલ્લંઘન કરતા લોકોમા ફફડાટ ફેલાયો હતો.

 

લીમખેડા પ્રાંત અધિકારી બી.જી.નિનામા વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓની ટીમ સાથે લીમખેડા નગરમા આવેલા શોપિંગ મોલ, હોસ્પિટલ, હોટલો અને પેટ્રોલ પંપો પર ફાયર સેફટી મામલે સર્વેની કામગીરી હાથ ધરવામા આવી હતી. જેમા લીમખેડા નગરમા પ્રજાની સતત અવરજવર વાળી જગ્યાઓ, લોકોની ભીડ વાળા સ્થળો પર પ્રાંત કચેરીના કર્મચારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ફાયર ઓફિસર, એમજીવીસીએલ, આરોગ્ય વિભાગ, તેમજ પોલીસ વિભાગ અધિકારીઓ/કર્મચારીઓની ટીમ બનાવી સર્વે હાથ ધરાયો હતો. જેમાં લીમખેડાની નીલ હોસ્પિટલ મા ફાયર સેફ્ટીને લઈને પુરતી વ્યવસાથા જોવા મળી હતી, તેમજ નગરની અન્ય હોસ્પિટલો ચેક કરતા બિલ્ડીંગ સ્થળે ફાયર સાધનો ઉપલબ્ધ જોવા મળ્યા હતા, તો કેટલીક હોસ્પિટલ પર ફાયર સેફ્ટીને લઈને પુરતી વ્યવસ્થાઓ નહિ હોવાથી પ્રાંત ઓફિસર બી.જી.નિનામાએ ફાયર સેફ્ટીની પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હોવાની જાણકારી મળી રહી છે, એક સપ્તાહ બાદ પ્રાંત અધિકારી દ્રારા ફરીથી તપાસ કરવામા આવશે તે વખતે જો કોઈ ખામી જણાશે તો તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવામા આવશે.પ્રાંત અધિકારીની પેટ્રોલ પંપની મુલાકાત દરમ્યાન પેટ્રોલ પંપ ઉપર પુરતા ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા હતા, પરંતુ પેટ્રોલ પંપ પર હાજર સ્ટાફને ફાયરના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારીનો અભાવ જોવા મળતા દેવગઢ બારીઆ નગર પાલીકાના ફાયર ઓફિસર દ્વારા પેટ્રોલ પંપના કર્મચારીઓને ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પુરતી જાણકારી આપી ડેમો બતાવવામા આવ્યો હતો, પેટ્રોલ પંપ પર કામ કરતા તમામ કર્મચારીઓને ફાયર સેફટીની જરુરી તાલીમ આપવા માટે પેટ્રોલ પંપ માલીકોને પ્રાંત ઓફિસર બી.જી.નિનામાએ સુચના આપી હતી.

 

લીમખેડાની હોટલોની તપાસણી દરમ્યાન બોમ્બે હાઈવે હોટલના ગેસ્ટ હાઉસમા જવા આવવા માટે એક જ સાંકડી સીડી હોવાથી પ્રાંત ઓફિસર બી.જી.નિનામાએ હોટલ માલીકને દરવાજાની પહોળાઇ વધારવા તેમજ અન્ય બીજો દરવાજો એક વહેલીતકે બનાવવાની સુચના આપી હતી, સાથે શ્રી રામ હોટલની તપાસ હાથ ધરતા હોટલમા 15 જેટલા ગેસના બોટલો જોવા મળતા પ્રાંત ઓફિસર ચોકી ઉઠયા હતા અને ગેરકાયદેસર રીતે હોટલમા રાખવામા આવેલા 15 બોટલોને તાત્કાલિક સીઝ કરવા મામલતદાર લીમખેડાને સુચના આપી હતી, લીમખેડા મામલતદારે 15 બોટલો સીઝ કરી હોટલ માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

લીમખેડા પ્રાંત અધિકારી દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ ફાયર સેફ્ટી ને લઈને એક ટીમની રચના કરવામાં આવી છે જે ટીમ દ્વારા આવનાર સમયમાં લીમખેડા વિસ્તારમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ તેમજ શાળા, કોલેજોમા ફાયર સેફ્ટી અંગેની તપાસ કરવામા આવનાર છે, સાથે ફાયર સેફ્ટી માટે રચના કરેલી ટીમ સમયાંતરે સતત મોનીટરીંગ કરવામા આવનાર છે. લીમખેડામા ફાયર સેફટીની તપાસ દરમ્યાન પ્રાંત અધિકારી બી.જી. નિનામા, મામલતદાર શ્રીમતી એસ.જી.પટેલ, પીએસઆઇ ત્રિવેદી, ફાયર ઓફિસર દેવગઢ બારીઆ, તાલુકા હેલ્થ ઓફિસર, એમજીવીસીએલના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!